વડોદરા -શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતી યુવતીએ આત્મવિવાહ કરવાનો નિર્ણય કરતા ભારે ચર્ચા જાગી છે ત્યારે હવે આ લગ્નનો વિરોધ પણ થઇ રહ્યો છે. વડોદરા શહેર ભાજપ ઉપપ્રમુખે તો ત્યાં સુધી કહ્યું છે કે આ યુવતીના લગ્ન મહાદેવ મંદિરમાં તો શું પણ વડોદરા શહેરના કોઇપણ મંદિરમાં નહીં થવા દઉ. તો બીજી બાજુ ક્ષમા બિદુનું આધાર કાર્ડ સામે આવ્યું છે અને તેમાં તેનું નામ નામ સૌમ્યા દુબે હોવાનું બહાર બહાર આવતાં આ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. જોકે આ આધાર કાર્ડ સાચું છે કે ખોટું તે પણ તપાસનો વિષય છે.
આધાર કાર્ડ સાચું છે કે નહીં તે તપાસનો વિષય આધાર કાર્ડમાં નામ છે સૌમ્યા દુબે - પોતાની જાત સાથે લગ્નની જાહેરાત કરનાર ક્ષમા બિદુનો ચારેકોરથી વિરોધ થઇ રહ્યો છે. ત્યાં તેના નામનું આધાર કાર્ડ સામે આવતા તેમાં નામ સૌમ્યા દુબે લખાયેલું જોવા છે. તો તે પોતાની ઓળખ કેમ છૂપાવી રહી છે તેવા સવાલો ઉઠી રહ્યા છે. જોકે આ આધાર કાર્ડ ખરેખર સૌમ્યા ઉર્ફ ક્ષમાનું જ છે કે કેમ તે તપાસનો વિષય છે. આ બાબતે તપાસ કરવામાં આવે તો ચોકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેવી નથી.
આ પણ વાંચોઃ વડોદરામાં પોતાની જાત સાથે જ લગ્ન કરવા જઇ રહેલી યુવતીના લગ્નમાં આવ્યું વિઘ્ન
ભાજપ ઉપપ્રમુખે કર્યો છે વિરોધ -શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી ક્ષમા બિંદુએ ભારતમાં પ્રથમ વખત આત્મવિવાહ એટલે કે પોતે જ પોતાની સાથે લગ્ન કરવાની જાહેરાત કરતા આ અંગે ખૂબ જ ચર્ચાઓ થઇ રહી છે. ત્યારે વડોદરા શહેર ભાજપ ઉપપ્રમુખ અને ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર સુનિતાબેન શુક્લએ કહ્યું છે કે ક્ષમાએ આત્મવિવાહ માટે જે જગ્યા પસંદ કરી તે યોગ્ય નથી. 11 જૂને યુવતીના લગ્ન હરિ હરેશ્વર મહાદેવમાં નહીં થવા દઉ. સાથે જ વડોદરા શહેરના કોઇપણ મંદિરમાં પણ તેના લગ્ન નહીં થવા દઉં. આ લગ્ન ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મની વિરૂદ્ઘ છે. જો તેના લગ્ન કરવા હોય તો કોઇ મેરેજ હોલ, બેન્કવેટ કે વિદેશ જઇને કરે, પણ મંદિરમાં તો નહીં જ.
ક્ષમા બિંદુ નામની યુવતી દ્વારા આત્મવિવાહનો કિસ્સો આજકાલ ભારે ચર્ચામાં છે આ પણ વાંચોઃ એક એવી યુવતી જે પોતાની જાત સાથે લગ્ન કરશે, કોણ છે આ યુવતી જાણો તેની જુબાની
હિન્દુ વિરોધી કૃત્ય ગણાવાયું -સુનિતાબેન શુક્લએ જણાવ્યું હતું કે, આ એક વિકૃત માનસિકતા ધરાવતી મહિલા છે. જેણે આ મંદિરની આસ્થાને ઠેસ પહોંચાડે તેવું કૃત્ય કર્યું છે. જેથી આ લગ્ન સામે મારો વિરોધ છે. આ લગ્ન નહીં પણ સમાજના બાળકોનું મગજ વિકૃત કરવાનું કૃત્ય છે. વડોદાર નગરીની વિશ્વમાં સંસ્કારની નગરી તરીકે ઓળખ છે. તેથી આ કૃત્ય સંસ્કારી નગરીને લાંછન લગાડવાનો પ્રયાસ છે. હિન્દુ વિરોધી કૃત્ય છે.