ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા ફાયર બ્રિગેડ વિભાગ હોસ્પિટલ સીલ કરશે, તો 650 હોસ્પિટલ દર્દીઓને નહીં કરે દાખલ - hospitals will not admit patients

વડોદરા : શહેરમાં ખાનગી હોસ્પિટલ્સને ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફ્ટી મુદ્દે નોટિસ ફટકારી એક સપ્તાહમાં જરૂરી સાધનો લગાવી દેવાની સૂચના આપવામાં આવી છે. જેની સામે હોસ્પિટલ એસોસિએશને ખોટી હેરાનગતિ કરાતી હોવાનો આક્ષેપ કરી દર્દીઓને દાખલ ન કરવાની ચીમકી ઉચ્ચારતાં વિવાદ સર્જાયો છે.

Indian Medical Association
Indian Medical Association

By

Published : Jan 4, 2021, 7:52 PM IST

Updated : Jan 4, 2021, 8:01 PM IST

  • ગુજરાત ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના જોઈન્ટ સેક્રેટરી ડૉક્ટર પરેશ મજમુદાર દ્વારા વડોદરા ફાયર બ્રિગેડને ખુલ્લી ચેતવણી આપી
  • વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા વારંવાર હેરાનગતિ કરવાનો કર્યો આક્ષેપ
  • એક પણ હોસ્પિટલમાં સીલ કરાશે તો 650 હોસ્પિટલ્સમાં દર્દીઓને દાખલ ન કરવામાં આવે - ડૉક્ટર પરેશ મજબુદાર, શ્રીજી હોસ્પિટલ

વડોદરા : રાજ્યની કેટલીક કોવિડ હોસ્પિટલ્સમાં આગ લાગવાની ઘટના બાદ રાજ્ય સરકારે રાજ્યની તમામ હોસ્પિટલ્સ ફાયર સેફ્ટીના નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા છે. આ અંતર્ગત તાજેતરમાં સરકાર દ્વારા રચાયેલી ફાયર સેફ્ટી ઓડિટ કમિટીએ વડોદરા સહિત રાજ્યનાં તમામ મોટાં શહેરોની મુલાકાત લઇ હોસ્પિટલ્સમાં ફાયર સેફ્ટીનું ઓડિટ કર્યું હતું. જેમાં હોસ્પિટલ્સમાં ઘણી ત્રુટીઓ જણાઇ આવી હતી. આ તરફ સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ રાજ્ય સરકાર દ્વારા દવાખાનાઓને જરૂરી બદલાવ કરવા માટે વારંવાર નોટિસ ફટકારવામાં આવી રહી છે, તેમ છતાં સૂચનાનું પાલન ન કરતી વડોદરાની 650 હોસ્પિટલ્સને ફાયર બ્રિગેડ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. આ સાથે જ એક અઠવાડિયામાં જરૂરી તમામ ફાયર સેફ્ટીનાં સાધનો લગાવવા માટેની સૂચના વડોદરાના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવી છે.

વડોદરા ફાયર બ્રિગેડ વિભાગ હોસ્પિટલ સીલ કરશે, તો 650 હોસ્પિટલ દર્દીઓને નહીં કરે દાખલ

ફાયર વિભાગે હોસ્પિટલ્સને ફાયર સેફ્ટીના નિયમોના પાલન અંગે નોટિસ ફટકારી

જયરત્ન બિલ્ડિંગ પાસે તાજેતરમાં જ રિનોવેટ કરવામાં આવેલી શ્રીજી હોસ્પિટલના સંચાલક ડૉકટર પરેશ મજબુદાર ફાયર સેફ્ટીના હોવાથી ફાયર ઓફિસરોએ નોટિસ ફટકારીને એક હપ્તામાં ફાયર સેફ્ટી નોર્મસ પ્રમાણે હોસ્પિટલમાં ઉપકરણો સમાવી લેવામાં આવે તેવી માંગણી કરી હતી. જો તેમ નહીં કરવામાં આવે તો હોસ્પિટલ સીલ કરવામાં આવશે. ફાયર વિભાગે હોસ્પિટલ્સને ફાયર સેફ્ટીના નિયમોના પાલન અંગે નોટિસ ફટકારતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. વડોદરાનાં હોસ્પિટલ સંચાલકોએ ફાયર વિભાગ પર તેમને ખોટી હેરાનગતિ કરાતી હોવાનો આક્ષેપ કર્યો છે. વડોદરા હોસ્પિટલ્સ એસોસિએશને તેની સામે વાંધો ઉઠાવી કાયદાની સાથે સહયોગ આપવાની અને શક્ય એટલા બદલાવ કરવાની ખાતરી તો આપી છે, પણ જો ફાયર બ્રિગેડ હોસ્પિટલ્સને સીલ કરવાની કાર્યવાહી કરશે, તો તમામ 650 હોસ્પિટલ દર્દીઓને દાખલ ન કરી તેમની સારવાર બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારી છે.

હોસ્પિટલ સત્તાધીશો પણ નારાજ

હાલ કોરોનાનો સમય ચાલી રહ્યો છે અને મોટાભાગની હોસ્પિટલ્સ કોરોના દર્દીઓની સારવાર કરવામાં લાગી છે. તેવા સમયે દર્દીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હોસ્પિટલ્સ સામે લાલ આંખ કરાતા તેની સામે હોસ્પિટલ સત્તાધીશો પણ નારાજ થયાં છે. હવે આ મામલે શું સમાધાન નિકળે છે? તે જોવાનું રહેશે.!

Last Updated : Jan 4, 2021, 8:01 PM IST

ABOUT THE AUTHOR

...view details