ગુજરાત

gujarat

By

Published : Feb 28, 2021, 7:31 PM IST

ETV Bharat / city

વડોદરા જિલ્લા ભાજપે પૂર્વ ધારાસભ્ય સહિત 40 સભ્યોને કર્યા સસ્પેન્ડ

જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણી 28મીના રોજ યોજનારી છે. વડોદરા જિલ્લાના ડભોઈના ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ ( ઢોલાર) સહિત 40 હોદ્દેદારો પૂર્વ હોદ્દેદારો સક્રિય સભ્ય અને પ્રાથમિક સભ્યોને ભાજપે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ કર્યા છે.

પૂર્વ ધારાસભ્ય સહિત 40 જેટલા સભ્યો સસ્પેન્ડ
પૂર્વ ધારાસભ્ય સહિત 40 જેટલા સભ્યો સસ્પેન્ડ

  • ભાજપે પક્ષ વિરોધી કામગીરી બદલ 40 સભ્યોને કર્યા સસ્પેન્ડ
  • જિલ્લાના રાજકારણમાં ગરમાવો
  • ધારાસભ્ય ઢોલારે બળવો પોકાર્યો

વડોદરા:જિલ્લાના ડભોઈના ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ ( ઢોલાર) સહિત 40 હોદ્દેદારો પૂર્વ હોદ્દેદારો સક્રિય સભ્ય અને પ્રાથમિક સભ્યોને ભાજપે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ કર્યા છે. જેને પગલે વડોદરા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વડોદરા જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરતી વખતે ટિકિટ લઈને ઘમાસાણ મચ્યું હતું. ટિકિટના મુદ્દે ભાજપમાં ત્રણ તાલુકામાં બળવો થયો છે ડભોઈ ભાજપના પૂર્વ ધારાસભ્ય ઢોલારે બળવો પોકાર્યો હતો. જેને લઈને ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા છે.

ભાજપની સામે ઉમેદવારી કરવા બદલ સસ્પેન્ડ

જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ ,વાઘોડિયા તાલુકાના 9 ડભોઇના 8 , પાદરા 16 કરજણના 5 તેમજ વડોદરા તાલુકાના પટેલ દંપતિનો સમાવેશ થાય છે. ડભોઇ પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલે પોતાના પુત્ર સહજાનંદ માટે ટિકિટ માંગી હતી. પાર્લામેન્ટરી બોર્ડએ ફગાવી દીધી હતી. જેથી ભાજપ સામે અપક્ષ ઉમેદવારી પેનલ ઉતારી બાયો ચઢાવી હતી. જેને પરિણામે બાલકૃષ્ણ ઢોલારને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરાયા છે.

મધુ શ્રીવાસ્તવ સામે ભાજપ કેમ ચૂપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો સામે ઉમેદવારી કરવા બદલ ભાજપના 40થી વધુ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે વાઘોડિયાના ધારાસભ્યના પુત્રએ કોર્પોરેશનની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને બેફામ વાણીવિલાસ જાહેર મંચ પર કરતાં તેની સામે પાર્ટી કોઈ પગલાં કેમ નથી ભરાતા તેમ ભાજપમાં ચર્ચાઈ રહ્યુ છે.

ABOUT THE AUTHOR

...view details