ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા ક્રાઈમબ્રાન્ચે CM રૂપાણીની સ્પીચમાં એડિટિંગ કરી તે વીડિયો વાયરલ કરનારા આરોપીની ધરપકડ કરી - વડોદરા ક્રાઈમબ્રાન્ચ

તાજેતરમાં જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. જોકે, આ વીડિયોમાં મુખ્યપ્રધાનની જે સ્પીચ હતી. તેમાં એડિટિંગ કર્યું હોવાનું સામે આવ્યું હતું. આ વીડિયોમાં એડિટિંગ કરી વીડિયો વાયરલ કરનારા આરોપીની વડોદરા ક્રાઈમબ્રાન્ચે ધરપકડ કરી હતી.

વડોદરા ક્રાઈમબ્રાન્ચે CM રૂપાણીની સ્પીચમાં એડિટિંગ કરી તે વીડિયો વાયરલ કરનારા આરોપીની ધરપકડ કરી
વડોદરા ક્રાઈમબ્રાન્ચે CM રૂપાણીની સ્પીચમાં એડિટિંગ કરી તે વીડિયો વાયરલ કરનારા આરોપીની ધરપકડ કરી

By

Published : May 14, 2021, 3:36 PM IST

  • હાલમાં મુખ્યપ્રધાનની સ્પીચનો વીડિયો વાયરલ થયો હતો
  • મુખ્યપ્રધાનની મેકડોનાલ્ડ વાળી સ્પીચ થઈ હતી વાયરલ
  • પોલીસે આરોપી પ્રદીપ કહારની અટકાયત કરી હતી
  • આરોપીએ પ્રસિદ્ધિ મેળવવા વીડિયો વાયરલ કર્યો હતો


વડોદરાઃ તાજેતરમાં મુખ્યપ્રધાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો, જેમાં તેઓ મેકડોનાલ્ડની કોઈક વાનગી ઉપર વાત કરતા હોય છે. જોકે, મુખ્યપ્રધાનની આ સ્પીચ વડોદરાના એક આરોપી પ્રદીપ કહારે એડિટ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી. વડોદરા ક્રાઈમબ્રાન્ચની ટીમે આરોપીની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃઅબડાસામાં દારૂની 36 બોટલ સાથે 2 આરોપીની ધરપકડ, 1 ફરાર

યુવક ગુજરાતી નેતાના પણ મઝાક ઉડાવતા વિડીયો અગાઉ પોસ્ટ કર્યાં છે

મુખ્યપ્રધાનની સ્પીચ સાથે ચેડા કરી તેને આરોપીએ સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો હતો. જોકે, સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનારા આરોપીને ક્રાઈમબ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. પોલીસે આ વીડિયોની ઓરિજિનલ સ્પીચ ચેક કરી હતી.

આ પણ વાંચોઃડોક્ટરો અને નર્સિંગ સ્ટાફના આંદોલનમાં સિવિલમાં પોલીસ ખડકી દેવાઇ, એક ડોકટરની ધરપકડ

આરોપીએ પ્રસિદ્ધિ મેળવવા મુખ્યપ્રધાનના વીડિયોમાં ચેડા કરી મુખ્યપ્રધાનની મજાક ઉડાવી

પોલીસને સોશિયલ મીડિયાના માધ્યમથી જ જાણવા મળ્યું હતું કે, પ્રદીપ ભોળાનાથ કહારે તેના સોશિયલ મીડિયા આઈડી ડીજે એડી તેમજ ડીજેએડી ઓફિશિયલ પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અસલ સ્પીચના કેટલા અંશોનો ઉપયોગ કરી તેમનાં પદ અને પ્રતિષ્ઠાને નુકસાન કરવાના ઈરાદાથી ઈલેક્ટ્રોનિક્સ દસ્તાવેજો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી. પોલીસે આરોપી પ્રદીપ કહાર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. આરોપી પ્રદિપ ડીજેનો વ્યવસાય કરે છે. જ્યારે તેને પ્રસિદ્ધ મેળવવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું હતું. આ સાથે જ અન્ય નેતાઓની મજાક ઉડાવતા વીડિયો પોસ્ટ કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details