ગુજરાત

gujarat

ETV Bharat / city

Boycott Hyundai Trending  : વડોદરા પોલીસ કમિશ્નરે ટ્વિટર પર લખી હ્યુન્ડાઈ કંપનીનો કર્યો વિરોધ, જાણો સમગ્ર બાબત - હ્યુન્ડાઈ પાકિસ્તાન ટ્વિટર કાશ્મીરી આતંકવાદી સપોર્ટ

વડોદરાના પોલીસ કમિશનર શમશેર સિંહે #bycotHyundai લખી ટ્વિટ કર્યું (Vadodara CP Tweet on Hyundai) છે. અત્યારે દેશભરમાં હ્યુન્ડાઈનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે વડોદરાના પોલીસ કમિશનરે પણ ટ્વિટ કરી વિરોધ દર્શાવ્યો છે.

Vadodara CP Tweet on Hyundai: વડોદરા પોલીસ કમિશનરે ટ્વિટર પર #bycotHyundai લખી હ્યુન્ડાઈ કંપનીનો કર્યો વિરોધ
Vadodara CP Tweet on Hyundai: વડોદરા પોલીસ કમિશનરે ટ્વિટર પર #bycotHyundai લખી હ્યુન્ડાઈ કંપનીનો કર્યો વિરોધ

By

Published : Feb 7, 2022, 2:03 PM IST

વડોદરાઃ ઓટો મોબાઈલ ઉત્પાદક હ્યુન્ડાઈ મોટર કંપનીની પાકિસ્તાની ડિલરશિપે વિવાદાસ્પદ ટ્વિટ (Hyundai Pakistan Controversial Tweet) કર્યા પછી સમગ્ર દેશમાં હ્યુન્ડાઈ કંપનીનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે વડોદરાના પોલીસ કમિશનર શમશેર સિંહે પણ #bycotHyundai લખી ટ્વિટ કરી વિરોધ નોંધાવ્યો છે.

આ પણ વાંચો-Twitter Testing on Downvote: ટ્વિટરે વિશ્વભરમાં ડાઉનવોટ પરીક્ષણનું વિસ્તરણ કર્યું

વડોદરા પોલીસ કમિશનરે ટ્વિટમાં શું લખ્યું, જુઓ

વડોદરાના પોલીસ કમિશનર ડો. શમશેર સિંહ પણ (Vadodara CP Tweet on Hyundai) #bycottHyundai કેમ્પેઈનમાં જોડાયા છે. તેમણે ટ્વિટર પર #bycottHyundai, #bycottHyundaiindia, #integrity #india ટ્વિટ કર્યું છે.

આ પણ વાંચો-અમરેલીમાં પૂર્વ ધારાસભ્યએ વોટ્સએપ ગ્રુપમાં અભદ્ર વીડિયો શેર કરતા સર્જાયો વિવાદ

બજરંગ દળે હ્યુન્ડાઈ ઈન્ડિયાના મેનેજરને આપી 2 દિવસની મુદત

આ મુદ્દે બજરંગ દળે હ્યુન્ડાઈ ઈન્ડિયાના મેનેજરને ભારત તરફી યોગ્ય કાર્યવાહી કરવા 2 દિવસની મુદત આપી છે. તેમણે સમગ્ર દેશમાં હ્યુન્ડાઈનાં વાહનોનો બોયકોટ કરવાની ચીમકી (Hyundai car boycott demand) પણ ઉચ્ચારી છે. ત્યારબાદ સોશિયલ મીડિયામાં (Boycott Hyundai campaign on social media) #bycotHyundai કેમ્પેઈન શરૂ થયું છે.

ભારતમાં હ્યુન્ડાઈના બહિષ્કારની વાત ઉઠી

સાઉથ કોરિયાની કાર ઉત્પાદક કંપની હ્યુન્ડાઈનો ભારતમાં બહિષ્કાર કરવાની વાત ઉઠી રહી છે. આ વિવાદનો (Hyundai Pakistan Controversial Tweet) સમગ્ર મામલો શરૂ થયો છે હ્યુન્ડાઈ પાકિસ્તાન ટ્વિટરના એક ટ્વિટથી. આ એકાઉન્ટ પરથી 5 ફેબ્રુઆરીએ કાશ્મીર અંગે વિવાદાસ્પદ ટ્વિટ કરવામાં આવ્યું હતું. આપને જણાવી દઈએ કે 5 ફેબ્રુઆરીએ પાકિસ્તાન કાશ્મીર એકતા દિવસની ઉજવણી કરે છે. તેવામાં કાશ્મીરના આતંકીઓને સપોર્ટ કરીને હ્યુન્ડાઈ ફસાઈ (Hyundai Pakistan Twitter Kashmiri terrorist support) ગયું છે.

ABOUT THE AUTHOR

...view details