ગુજરાત

gujarat

શહીદ દિને વડોદરા કોંગ્રેસની માગણી: સમા તળાવ પાસે શહીદ વન પ્રોજેકટ શરુ કરી રાષ્ટ્રધ્વજ લગાવો

By

Published : Mar 23, 2021, 5:40 PM IST

શહીદ દિને વડોદરા કોંગ્રેસના કાર્યકરોએ દેખાવો કર્યા હતાં. વડોદરાના સમા તળાવ પાસે શહીદ વન પ્રોજેકટને શરૂ કરવા સહિત રાષ્ટ્રધ્વજ લગાવવાની માગણી કરવામાં આવી છે.

શહીદ દિને વડોદરા કોંગ્રેસની માગણી: સમા તળાવ પાસે શહીદ વન પ્રોજેકટ શરુ કરી રાષ્ટ્રધ્વજ લગાવો
શહીદ દિને વડોદરા કોંગ્રેસની માગણી: સમા તળાવ પાસે શહીદ વન પ્રોજેકટ શરુ કરી રાષ્ટ્રધ્વજ લગાવો

  • શહીદ દિને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો
  • સમા તળાવ પાસે શહીદ વન અને રાષ્ટ્રધ્વજ લગાવવાની માગ કરવામાં આવી
  • પ્લેકાર્ડસ સાથે વિરોધ પ્રદર્શન કર્યું
    શહીદ વન તૈયાર કરી ભારતમાતાની પ્રતિમા મૂકવામાં આવે તેવી માગણી

વડોદરાઃ વડોદરા શહેર અને જિલ્લામાં 23મી માર્ચ શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા શહેરના સમા તળાવ પાસે શહીદ વન તેમજ રાષ્ટ્રધ્વજની માગ સાથે કોંગ્રેસના અગ્રણી કાર્યકરોએ પોસ્ટરો સાથે દેખાવો કરી તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.

મુખ્યપ્રધાને અહીં તિરંગો ફરકાવી શહીદ વનના પ્રોજેક્ટ્સની શરૂઆત કરાવી હતી

વડોદરાને સ્માર્ટસિટી બનાવવાના ભાગરૂપે શહેરમાંથી ઘણા વિસ્તારોમાં ગરીબોના કાચાં પાકાં આવાસોને દૂર કરવામાં આવ્યાં હતાં.જેમાં સમા તળાવ પાસેથી પણ ગરીબોના આવાસો હટાવી ત્યાં બાગ બનાવવા હેતુસર મહાનગરપાલિકા દ્વારા જમીન ઉપર ફેન્સિંગ કરવામાં આવ્યું હતું. આ જ જગ્યા ઉપર રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા ઊંચો તિરંગો જે તે સમયે ફરકાવી તેમજ શહીદ વન નામના પ્રોજેકટની શરૂઆત કરાવી હતી. જે માત્ર વડોદરા નહીં પરંતુ સમગ્ર ગુજરાતની શાન સમાન હતો.

આ પણ વાંચોઃ શહીદ દીને ખેડૂતોના મૃત્યુને લઈને મૌન રાખવાની દરખાસ્તને ગૃહમાં નકારાતા કોંગ્રેસનું વોકઆઉટ

બે વખત રાષ્ટ્રધ્વજ ફાટી જતાં ઉતારાયો, નવો ન લગાવાયો

રાષ્ટ્રધ્વજ બે વાર ફાટી જતાં ઉતારી લેવામાં આવ્યો હતો. ત્યારથી માંડી આજદિન સુધી અહીં રાષ્ટ્રધ્વજ નથી અને ન તો શહીદ વન પ્રોજેકટ તૈયાર થયો છે. આ બધા માટે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર જવાબદાર હોવાના આક્ષેપ સાથે વોર્ડ નં 2ના કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ શહીદ દિન નિમિત્તે અહીં શહીદ વન તેમજ રાષ્ટ્રધ્વજ લગાવવાની માગ કરી હતી. તંત્રની નિષ્કાળજી અને જાળવણીના અભાવે અહીં ટેન્ક મૂકવામાં આવી છે તેની આસપાસ પણ ગંદકી તથા ઝાડીઓ જોવા મળે છે. ત્યારે કોંગ્રેસના અગ્રણી જીતેન્દ્ર સોલંકી, પ્રવક્તા મનસુખભાઇ રાણપુરા અને એલડ્રિન થોમસ સહિતના કાર્યકરોએ પોસ્ટરો દર્શાવી દેખાવો કર્યા હતાં. તેમજ અહીં એરપોર્ટ પર છે તેવો તિરંગો લગાવવામાં આવે અને શહીદ વન તૈયાર કરી ભારતમાતાની પ્રતિમા મૂકવામાં આવે તેવી માગણી કરી હતી.

આ પણ વાંચોઃ માલધારીઓને ખેડૂતોની વ્યાખ્યામાં સામેલ કરવામાં આવે: કોંગ્રેસ ધારાસભ્ય

ABOUT THE AUTHOR

...view details