- વકિલાત શીખવાડવાને બહાને શારીરિક અડપલા
- વૃદ્ધ વકીલે વીડિયો બિભત્સ વીડિયો વાયરલ કર્યો
- મહિલાએ વૃદ્ધ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી
વડોદરા: વૃદ્ધ વકીલે મહિલાને ધમકી આપીને વીડિયો કોલિંગ વખતે નગ્ન થવા ફરજ પાડીને તેને રેકોર્ડ કરીને પત્નીના મોબાઇલથી જ વાયરલ કર્યાં હોવાનો ઘટસ્ફોટ થતાં છેડતી, ધમકી આપવા અને આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં એક વૃદ્ધ વકીલ અને એક મહિલાના નગ્ન અવસ્થામાં અશ્લીલ ચેડાં કરતો વીડિયો વાયરલ થયો હતો. આ વિડિયો વાયરલ થયા બાદ ગોત્રી પોલીસ મથકમાં મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે ગોત્રી વધુ તપાસ શરૂ કરી છે.
વકિલાત શીખવાડવાના બહાને શારીરિક અડપલા
ગોત્રી વિસ્તારમાં રહેતા વકીલ તેઓના ઘરે આવતા હતા અને તું એલ.એલ.બી કરી લે હું તને વકીલાત શીખવાડી દઈશ તેમ કહેતા હતા. વૃદ્ધ વકીલના કહેવા મુજબ તેઓએ એલ.એલ.બીનો અભ્યાસ શરુ કર્યો હતો અને વૃદ્ધ વકીલના હાથ નીચે પ્રેક્ટિસ શરૂ કરી હતી. તેઓ ઘર નજીક રહેતા હોવાથી મહિલાના ઘરે અવારનવાર આવતા હતા. અને ઘરે કોઈ ના હોઈ ત્યારે બીભત્સ માંગણી કરી શારીરિક અડપલાં કરતા હતા.
આ પણ વાંચો : જામનગર જી.જી.હોસ્પિટલનો છેડતી મામલો કેબિનેટમાં ચર્ચાયો