વડોદરા: વડોદરા એકવીસમી સદીના પ્રણેતા એવા આપણા ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવગાંધીની પૂણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
પૂર્વ વડાપ્રધાન દિવંગત સ્વર્ગસ્થ રાજીવગાંધીએ ભારતને ટેકનોલોજીના યુગમાં પ્રવેશ કરાવ્યો હતો અને એકવીસમી સદીના ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ટેકનોલોજી, ખેતી તથા યુવાઓને પ્રાધાન્ય આપ્યું હતું. તેમણે અઢાર વર્ષના યુવાનોને મતદાનનો અધિકાર આપ્યો હતો.
વડોદરા શહેર કોંગ્રેસે રાજીવ ગાંધીની પુણ્યતિથિએ પુષ્પાંજલિ અર્પણ કરી - વડોદરા શહેર કોંગ્રેસ
વડોદરા એકવીસમી સદીના પ્રણેતા એવા આપણા ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવગાંધીની પૂણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા રાજીવગાંધીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી
સૌથી યુવા વડાપ્રધાન તરીકે તેમણે કોમ્પ્યુટર યુગ ભારતમાં લાવ્યા હતાં. આજે જ્યારે તેમની પુણ્યતિથિ છે, ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા તેમને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી. જેમાં વિરોધપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ (ભથ્થુભાઇ), વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ તથા કોંગ્રેસના પદાધિકારીઓ, કાર્યકર્તાઓએ સોશિયલ ડિસ્ટેન્સિંગ સાથે પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.