- પોલીસ કર્મીનું હાઈવે અક્સ્માતમાં મૃત્યું
- સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ
- આઇસર ચાલક ઘટના સ્થળેથી ફરાર
વડોદરા : મોત આવશે પણ આવું આવશે તેવુ કોઇ વિચાર પણ ન શકે, ખાકી પહેરી ફરજ પર જવા નિકળેલા પોલીસ જવાન પરત ઘરે નહીં આવે તેવુ પરિવારના કોઇએ વિચાર્યુ પણ નહોતું. પરંતુ હાઇવે પર કાળ બની રોંગ સાઇડથી આવી રહેલા આઇસર ચાલકે પોલીસ જવાનની બાઇકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. પોલીસ જવાન રાજેન્દ્રભાઇના માથા પરથી આઇસરનુ ટાયર ફરી જતા તેઓનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તાત્કાલીક સ્થળ પર પહોંચી ગયા હતા. પરંતુ રાજેન્દ્રભાઇએ ત્યાં સુધી અંતિમ શ્વાસ લઇ લીધો હતો.
સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ
અકસ્માતના સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે. જેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, રોંગ સાઇડથી આવતું આઇસર અને રાજેન્દ્રભાઇની બાજુમાં ચાલી રહેલું ટેન્કરનુ ટાયર તેમના માથા ઉપરથી ફરી વળ્યું હતુ. CCTVમાં જોઇ શકાય છે કે, રસ્તા પરન પાણી ભરેલા ખાડા પાસે રાજેન્દ્રભાઇની બાઇક અચાનક સ્લીપ થઇ હતી, ત્યારબાદ રોંગ સાઇડ આવતી આઇસર તેમની બાઇક ઉપર ફરી વળ્યું હતું.
આ પણ વાચો : વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજ હાઈવે નજીક અકસ્માત, બંન્ને વાહનચાલકનું ઘટના સ્થળે મૃત્યું