- વડોદરામાં ફાયર બ્રિગેડ એક્શનમાં
- 5 કોરોના હોસ્પિટલને સીલ કરવામાં આવી
- 126 હોસ્પિટલો પાસે NOC નહોતી
વડોદરા: રાજ્યભરમાં કોરોના કાળ દરમ્યાન અનેક હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી જેને લઇને હાઈકોર્ટ પણ હવે ફાયરસેફ્ટીના મામલે સમાયંતરે ટકોર કરે છે ફાયર વિભાગ દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાને લઇને ફાયર સેફ્ટીની સંસાધનો અંગેની એડિટ કરવામાં આવે છે એટલું જ નહીં ફાયર સેફટી ન હોય તેવી સંસ્થાઓને નોટિસ પણ આપવામાં આવે છે પરંતુ શહેરમાં આવેલી અનેક હોસ્પિટલો દ્વારા વારંવાર નોટિસ મળ્યા બાદ પણ કોઇ કામગીરી નહીં કરતા ફાયર બ્રિગેડ દ્વારા મ કડક કાર્યવાહી કરવામાં આવી છે. હોસ્પિટલ ને મારવાની કામગીરી જે હોસ્પિટલ ને મારામાં આવી હોય તે હોસ્પિટલ બીજા નવા દર્દીઓને દાખલ કરી શકે નહીં.
126 કોવિડ હોસ્પિટલ NOC વગરના
ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં 222 જેટલી કોવિડ હોસ્પિટલ કરોના કાળ દરમિયાન ચાલતી હતી, જેમાં 96 હોસ્પિટલો પાસે NOC હતી, બાકીની 126 કોવિડ હોસ્પિટલોને NOC ન હતી. છ મહિના પેહલા ફાયર બ્રિગેડ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. પરંતુ NOC ન લેતા ફાયર બ્રિગેડ તંત્ર દ્વારા લાલઆંખ કરવામાં આવી હતી અને ગુરુવારે પાંચ જેટલી કોવિડ હોસ્પિટલોને સીલ મારવામાં આવી હતી.
આ પણ વાંચો : કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં આગ લાગી છતાં હોસ્પિટલ તંત્ર ઉંઘતું ઝડપાયું, રાહદારીઓએ કરી જાણ