ગુજરાત

gujarat

ETV Bharat / city

Vaccination at Airport: વડોદરામાં એરપોર્ટ પર કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન - વેક્સિન અંગે જાગૃત

વડોદરામાં પણ કોરોના વેક્સિનેશન (Corona Vaccination) પૂરઝડપમાં ચાલી રહ્યું છે ત્યારે વડોદરામાં એરપોર્ટ ખાતે કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Airport Authority of India) અને મધ્ય ગુજરાત વેપાર ઉદ્યોગ મંડળ (Central Gujarat Chamber of Commerce and Industry) સાથે મળીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (Vadodara Municipal Corporation) દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Vaccination at Airport: વડોદરામાં એરપોર્ટ પર કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન
Vaccination at Airport: વડોદરામાં એરપોર્ટ પર કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન

By

Published : Jun 26, 2021, 3:55 PM IST

  • વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોના વેક્સિનેશન કેમ્પ (Corona Vaccination Camp)નું કર્યું આયોજન
  • એરપોર્ટ ખાતે (Vaccination at Airport) કોરોના વેક્સિનેશન કેમ્પ (Corona Vaccination Camp) યોજાયો, સાંસદ રંજન ભટ્ટ (MP Ranjan Bhatt) રહ્યા હાજર
  • એરપોર્ટના સ્ટાફ, કર્મચારીઓ અને આસપાસના લોકોએ વેક્સિનેશન કેમ્પ (Corona Vaccination Camp)નો લીધો લાભ

વડોદરાઃ શહેરમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે તો બીજી તરફ કોરોના વેક્સિનેશન (Corona Vaccination)માં પણ પૂરઝડપ જોવા મળી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા 18 વર્ષથી વધુ વયના લોકોનું નિઃશુલ્ક કોરોના વેક્સિનેશન (Corona Vaccination) શરૂ થયું છે. શહેરમાં 100 ટકા વેક્સિનેશન અભિયાન (Vaccination Campaign) સફળ થાય તે માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને (Vadodara Municipal Corporation) વેપારીઓ, વકીલો, ડોક્ટર્સ, ઉદ્યોગપતિઓ, નાના મોટા વેપારીઓ સાથે સ્ટ્રિટ વેન્ડર્સ સહિતના તમામ વર્ગના લોકો સાથે ચર્ચા કરી હતી. તેના પરિણામે આજે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ (MP Ranjan Bhatt)ની ઉપસ્થિતિમાં એરપોર્ટ પર વેક્સિનેશન કેમ્પ (Vaccination at Airport)નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

એરપોર્ટ ખાતે (Vaccination at Airport) કોરોના વેક્સિનેશન કેમ્પ (Corona Vaccination Camp) યોજાયો, સાંસદ રંજન ભટ્ટ (MP Ranjan Bhatt) રહ્યા હાજર

આ પણ વાંચો-અમદાવાદમાં દિવ્યાંગો માટે અંધજન મંડળ ખાતે કોર્પોરેશનના સહયોગથી યોજાયો વેક્સીનેશન કેમ્પ

એરપોર્ટ પરના કેમ્પ (Vaccination at Airport)માં એરપોર્ટના સ્ટાફે (Airport staff) વેક્સિન લીધી

એરપોર્ટ પર શરૂ થયેલા વેક્સિનેશન કેમ્પનું આયોજન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Airport Authority of India), વડોદરા વિમાન મથક (Vadodara Airport), મધ્ય ગુજરાત વેપાર ઉદ્યોગ મંડળ (Central Gujarat Chamber of Commerce and Industry)તથા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (Vadodara Municipal Corporation)ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. આ વેક્સિનેશન કેમ્પમાં એરપોર્ટના સ્ટાફ, તમામ કર્મચારીઓ અને આસપાસના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. આ વેક્સિનેશન કેમ્પમાં હાજર રહીને સાંસદ રંજન ભટ્ટે તમામ લોકોને વેક્સિન લેવા અપીલ કરી હતી.

આ પણ વાંચો-રાજકોટમાં કિન્નરો માટે વેક્સિનેશન કેમ્પ યોજાયો

લોકોને જાગૃત કરી વેક્સિન અપાઈ રહી છે

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. જોકે, બીજી તરફ કોરોના સામે લડવા માટે વેક્સિન પણ ઉપલબ્ધ છે. એટલે મોટા ભાગના તમામ લોકોનું વેક્સિનેશન થઈ જાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર પણ સમગ્ર દેશમાં ઝડપથી વેક્સિનેશન થાય તે દિશામાં કામ કરી રહી છે. ત્યારે વડોદરામાં લોકોને વેક્સિન અંગે જાગૃત કરીને તેમને વેક્સિન આપવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details