ગુજરાત

gujarat

ETV Bharat / city

સાઈકલ પર ભારત યાત્રાએ નીકળેલો યુવાન 13 રાજ્ય 3 કેન્દ્રશાસિત પ્રદેશ પાર કરી પહોંચ્યો વડોદરા - bharat yatra on cycle

ઉત્તરપ્રદેશનો 21 વર્ષીય પ્રદિપ કુમાર (Cyclist Pradeep Kumar) સાઈકલ પર ભારત યાત્રા કરવા (bharat yatra on cycle) નીકળ્યો છે. ત્યારે હવે તે 13 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશ પાર કરીને વડોદરા પહોંચ્યો છે. આ સાથે જ યુવાને અત્યાર સુધી 24,000 કિલોમીટરનું અંતર કાપી લીધું છે.

સાઈકલ પર ભારત યાત્રાએ નીકળેલો યુવાન 13 રાજ્ય 3 કેન્દ્રશાસિત પ્રદેશ પાર કરી પહોંચ્યો વડોદરા
સાઈકલ પર ભારત યાત્રાએ નીકળેલો યુવાન 13 રાજ્ય 3 કેન્દ્રશાસિત પ્રદેશ પાર કરી પહોંચ્યો વડોદરા

By

Published : Oct 19, 2022, 2:39 PM IST

વડોદરાઉત્તરપ્રદેશના ગાઝીપુરનો 21 વર્ષીય પ્રદિપ કુમાર (Cyclist Pradeep Kumar) એકલો સાઈકલ પર સંપૂર્ણ ભારત યાત્રાએ નીકળ્યો છે. આ સાઈકલિસ્ટ યુવાન વડોદરા આવી પહોંચ્યો હતો. ગિયર વિનાની સાયકલ પર તેણે ગયા ઓક્ટોબરમાં પોતાની ભારત યાત્રાનો (bharat yatra on cycle) પ્રારંભ કર્યો હતો.

અત્યાર સુધી કાપ્યું 24,000નું અંતરસાઈકલિસ્ટ પ્રદિપ કુમારે (Cyclist Pradeep Kumar) અત્યાર સુધીમાં દેશના 13 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોની યાત્રા પૂર્ણ કરી 24,000 કિમી અંતર કાપ્યું છે. તેનું મિશન 1 લાખ વૃક્ષારોપણનું છે, જેમાંથી અત્યાર સુધીમાં 23,000 વૃક્ષારોપણ કરી ચૂક્યો છે. આ ઉપરાંત જમીન સંરક્ષણ, પ્લાસ્ટિકમુક્ત પર્યાવરણ, નદી અને પ્રદૂષણમુક્ત સ્વચ્છ હવા મળે તે દિશામાં કામ કરવાનું પણ તેણે મિશન રાખ્યું છે. આ બધા મુદ્દાઓ પર તેણે 93 કોલેજોમાં સ્પીચ આપી છે.

2024માં યાત્રાની થશે પુર્ણાહૂતિ

2024માં યાત્રાની થશે પુર્ણાહૂતિભારતની યાત્રા પૂર્ણ કર્યા બાદ (bharat yatra on cycle) તેની ઈચ્છા એવરેસ્ટ સર કરવાની છે. એવરેસ્ટ ચઢાણ બાદ ભારતથી લંડન સુધી સાયકલ પર વિશ્વ પ્રવાસ કરવાની છે. પ્રદીપકુમારે (Cyclist Pradeep Kumar) તેની યાત્રા ગાઝીપુરથી શરૂ કરી હતી અને એક પછી એક દક્ષિણ ભારતના રાજ્યો આવરી લીધા હતા. વચ્ચે એક સ્થળે તેમની સાયકલ ચોરી થતાં 109 કિમી પગપાળા યાત્રા કરી હતી, પરંતુ બાદમાં લોકોએ સાયકલ ગિફટ આપી હતી. હવે તેઓ વડોદરા બાદ પાવાગઢ થઇને અમદાવાદ અને ત્યાંથી સૌરાષ્ટ્ર જશે. ગુજરાત બાદ તેઓ ભારતના ઉત્તરી રાજ્યોમાં પ્રવાસ કરશે અને 2024 સુધીમાં ગાઝીપૂર ખાતે પ્રવાસની પૂર્ણાહુતિ કરશે.

હવે 195 દેશની યાત્રા કરશે પોલિટિકલ સાયન્સના અભ્યાસમાં ડિગ્રીનો અભ્યાસ કરનારા સાઈકલિસ્ટ પ્રદીપકુમાર (Cyclist Pradeep Kumar) ગાઝીપુર પહોંચી 1 મહિના બાદ એવરેસ્ટનું ચઢાણ કરશે. એવરેસ્ટ સર કર્યા બાદ સાયકલ પર 195 દેશોની યાત્રાએ નીકળશે. મલેશિયા, સિંગાપોરના માર્ગે આગળ વધી છેલ્લે લંડન પહોંચશે. તે દરમિયાન તેઓ 4 લાખ કિમીનું અંતર કાપી ચૂક્યા હશે. તો બેલ્જિયમ પહોંચ્યા બાદ લગભગ 400 કિમીનો પ્રવાસ સમુદ્ર માર્ગે કરશે.

ABOUT THE AUTHOR

...view details