ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં રસ્તા પર રેલાયો દારૂ, સાક્ષી બન્યા કેન્દ્રિય પ્રધાન રામદાસ આઠવલે - વડોદરામાં રસ્તા પર રેલાયો દારૂ

આજરોજ કેન્દ્રિય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય પ્રધાન રામદાસ આઠવલે (Union Minister Ramdas Athavale )વડોદરા શહેરની મુલાકાતે છે, તેમનો કોન્વોય આજરોજ એરપોર્ટ સર્કલથી એલ.એન્ડ ટી સર્કલ તરફ જઇ રહ્યો હતો, તે દરમિયાન જ રસ્તા પર પોટલીઓ પડેલી જોવા મળી હતી, જેને કારણે કોન્વોયને પોટલીઓની બાજુમાંથી લઇ જવામાં આવ્યો હતો. ગુજરાતમાં લાગુ દારૂબંધીની હકીકત હવે તો કેન્દ્રિય પ્રધાનથી પણ છુપી નથી.

વડોદરામાં રસ્તા પર રેલાયો દારૂ, સાક્ષી બન્યા કેન્દ્રિય પ્રધાન રામદાસ આઠવલે
વડોદરામાં રસ્તા પર રેલાયો દારૂ, સાક્ષી બન્યા કેન્દ્રિય પ્રધાન રામદાસ આઠવલે

By

Published : Jan 16, 2022, 7:57 PM IST

વડોદરા: રાજ્યમાં દારૂબંધી છે પરંતુ રાજ્યમાં દારૂ લાવવા માટે અને લાવેલો દારૂ લોકો સુધી પહોંચાડવા માટે બુટલેગરો અવનવા રસ્તા અપનાવતા હોય છે, કેટલીક વખત બુટલેગરોની ચાલાકી પોલીસથી છુપી રહેતી નથી, તો કેટલીક વખત સંજોગોવસાત દારૂની હેરાફેરીનો પ્લાન ખુલ્લો પડી જાય છે. વડોદરામાં આજે આવી જ એક ઘટના બની જેના સાક્ષી બીજુ કોઇ નહિ પરંતુ કેન્દ્રિય પ્રધાન રામદાસ આઠવલે છે.

વડોદરામાં રસ્તા પર રેલાયો દારૂ, સાક્ષી બન્યા કેન્દ્રિય પ્રધાન રામદાસ આઠવલે

પોટલામાં મુકી રાખેલી દેશી દારૂની પોટલીઓ રસ્તા પર વિખેરાઇ જાય છે

આજરોજ બપોરના ગાળામાં એક યુવક એક્સેસ ટુ વ્હીલર લઇને એરપોર્ટ સર્કલથી એલ.એન્ડ ટી. સર્કલ તરફ જઇ રહ્યો હતો. યુવકનુ ટુ વ્હીલર રખડતા ઢોરની અડફેટે તે આવી જતા વાહન પર કાબુ રાખી શકતો નથી અને તેનું બેલેન્સ બગડે છે જેને કારણે તેની પાસે રાખેલા પોટલાઓ રસ્તા પર પડી જાય છે અને પોટલામાં મુકી રાખેલી દેશી દારૂની પોટલીઓ રસ્તા પર વિખેરાઇ જાય છે. તેટલામાં તો યુવક જગ્યા પરથી નાસી છુટે છે, કેટલીક પોટલીઓ તો રસ્તામાં ફાટી જવાને કારણે આખાય રસ્તા પર દુર્ગંધ મારે છે, તેવા સમયે એક મહિલા લોકોને આ સ્થળથી દુર રહીને જવા માટે વિનંતી કરતી જોવા મળે છે.

પ્રધાન ખુદ વડોદરામાં દારૂબંધીની હકીકતથી વાકેફ થયા

રસ્તા પર આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ત્યારે અચાનક જ કેન્દ્રિય પ્રધાન રામદાસ આઠવલેની કારનું પાયલોટીંગ કરતી સ્થાનિક પોલીસની કાર સાયરન મારતી મારતી પોટલીઓ પડી છે ત્યાં સુધી આવી પહોંચે છે. લોકોને બાજુમાંથી જવા માટે ઇશારો કરતી મહિલાનો ઇશારો સમજીને પાયલોટીંગ કાર સહેજ બાજુએથી પસાર થાય છે. કારની પાછળ પાછળ કેન્દ્રિય પ્રધાનનો કાફલો પણ તેવી જ રીતે પસાર થાય છે, અને પ્રધાન ખુદ વડોદરામાં દારૂબંધીની હકીકતથી વાકેફ થાય છે, હવે કેન્દ્રિય પ્રધાન સામે બુટલેગરે ખોલેલી દારૂબંધીની પોલમાં પોલીસ શું કાર્યવાહી કરે છે તેના પર સૌ કોઇની નજર છે. જો કે મામલાની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોટલીઓ ભરેલો થેલો લઇ ગઇ હતી.

આ પણ વાંચો:

'ગો કોરોના'પછી, રામદાસ આઠવલેએ આપ્યું નવું સ્લોગન

વડોદરા આયુર્વેદિક સિરપની આડમાં નશાનો સામાન સપ્લાય કરતી ફેક્ટરી પર PCB ના દરોડા

ABOUT THE AUTHOR

...view details