ગુજરાત

gujarat

ETV Bharat / city

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન રામદાસ આઠવલે વડોદરાની મુલાકાત લીધી - National President of the Republican Party of India

વડોદરા ખાતે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન અને રિપબ્લિક પાર્ટી ઓફ ઈન્ડિયાના રાષ્ટ્રીય પ્રમુખ રામદાસ આઠવલે બુધવારે ટૂંકી મુલાકાતે આવ્યાં હતા. જ્યાં સયાજીગંજ ખાતે તેમણે પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. સર્કિટ હાઉસ ખાતે શહેર પોલીસ કમિશ્નર સાથે અત્યાચાર નિવારણ કાયદાના અમલીકરણ અંગે અને સાથે સાથે કોર્પોરેશનમાં એસસી અને એસટી નિમણૂક અંગે બેઠક યોજી હતી. આવનારી કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધનનો પ્રયાસ કરશે અને જો ગઠબંધન નહીં થાય તો 24 બેઠકો પર પાલિકાની ચૂંટણીમાં ઝંપલાવશે.

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન રામદાસ આઠવલે વડોદરાની મુલાકાતે
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન રામદાસ આઠવલે વડોદરાની મુલાકાતે

By

Published : Jan 20, 2021, 9:13 PM IST

  • કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન રામદાસ આઠવલે વડોદરાની મુલાકાતે
  • સયાજીગંજ ખાતે પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું
  • પોલીસ કમિશ્નર સાથે બેઠક યોજી

વડોદરાઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. ત્યારે વડોદરા શહેરમાં કોંગ્રેસ, ભાજપ અને અન્ય પાર્ટીઓના કાર્યાલયનું ઉદ્ઘાટન શરૂ થયું છે. બુધવારે રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય પ્રમુખ રામદાસ આઠવલે સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું કે, પાલિકાની આવનારી ચૂંટણીમાં તેઓની પાર્ટી ભાજપ સાથે કામ કરશે. અમારી પાર્ટીને ટિકિટો મળે તેનો પ્રયાસ કરાશે અને જો ટિકિટ નહીં આપે તો જાત મહેનતથી ચૂંટણી લડશે અને તમામ જાતિના ઉમેદવારોને ટિકિટ આપશે.

કીસાન કાયદા ખેડૂતોના હિતમાં

કિસાનોના બિલ મુદ્દે ખેડૂતો છેલ્લા કેટલાય દિવસથી સરકાર સામે આંદોલન કરી રહ્યા છે, ત્યારે રામદાસ આઠવલેએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદીના શાસનમાં ખેડૂતો આંદોલન ના કરી શકે ત્રણેય કિશાનના કાયદા ખેડૂતોના હિતમાં જ છે. લોકોના ઇશારે આ આંદોલન ચલાવી રહ્યુ છે. રામદાસ આઠવલે ખેડૂતોને આંદોલન પાછું ખેંચવા અપીલ પણ કરી હતી અને જમીન પર ખેડૂતોના હક્ક જ રહેશે. ખેડૂતોના કારણે મોદી પીએમ બન્યા છે. મોદી ખેડૂત વિરોધી બિલ લાવી જ ના શકે. આંદોલનના ઓથા હેઠળ ખેડૂતોને ફસાવવામાં આવી રહ્યા છે. ખેડૂતોના મોતની પાછળ આંદોલન કરનારા નેતાઓ જવાબદાર છે.

કોંગ્રેસ મોદીને ટાર્ગેટ કરી રહી છે

ખેડૂતોના આંદોલનને કોંગ્રેસ જાણી જોઈને મોદીને ટાર્ગેટ બનાવી રહી છે. કોંગ્રેસ ખેડૂત, આદિવાસી, ઓબીસીને ગેરમાર્ગે દોરી રહી છે. ચર્ચા માટે સરકાર તૈયાર છે, પણ ખેડૂતો સરકારને સાંભળવા તૈયાર નથી. કાયદો પાછો લેવો એ સહેલી વાત પણ નથી. વિશ્વમાં જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે કોરોનાની વેક્સિન આવી ગઈ છે. ગો કોરોનાનો નારો લગાવ્યાથી કોરોના નહીં જાય. વેક્સિન તો લેવી પડશે. તમામે કોરોનાની વેક્સિન લેવી જોઈએ, કોરોનાની રસી મુદ્દે રાજકારણ ન થવું જોઈએ તેમ પણ રામદાસ આઠવલેએ જણાવ્યું હતું.

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન રામદાસ આઠવલે વડોદરાની મુલાકાતે

ABOUT THE AUTHOR

...view details