ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરાની સયાજી હૉસ્પિટલમાં કોવિડની સારવાર માટે 32 તજજ્ઞ તબીબોની નિમણૂક કરાઇ - Sayaji Hospital

વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલની મંજૂરી અને રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની જોગવાઇઓ અનુસરીને સયાજી હોસ્પિટલમાં કોવિડ સારવાર સેવાઓના મજબૂતીકરણ માટે 32 તજજ્ઞ તબીબોની 11 માસની મુદ્દતના કરારના આધારે ફિક્સ પગારથી નિમણૂક કરવામાં આવી છે.

વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોવિડની સારવાર મજબૂત કરવા 32 તજજ્ઞ તબીબોની નિમણૂક કરાઇ
વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોવિડની સારવાર મજબૂત કરવા 32 તજજ્ઞ તબીબોની નિમણૂક કરાઇ

By

Published : Sep 16, 2020, 9:14 PM IST

વડોદરાઃ 32 તજજ્ઞ તબીબો વર્ગ-1ના તજજ્ઞ તબીબો કોવિડની કામગીરી કરશે. તેમની સેવાઓ NHM હેઠળ લેવામાં આવશે. આ તબીબોએ બરોડા મેડિકલ કોલેજમાંથી જ અનુસ્નાતકનું શિક્ષણ પૂર્ણ કર્યું છે, એટલે સયાજી હોસ્પિટલનો કાર્યાનુભવ ધરાવે છે. રેસિડેન્ટ ડૉક્ટર તરીકે આરોગ્ય સેવાઓ આપવાના છે. આ તજજ્ઞ તબીબોમાં મેડિસિન, એનેસ્થેસિયા, ઇમરજન્સી મેડિસિન, ટીબી અને ચેસ્ટ, પેથોલોજી, સર્જરી, બાળ રોગ અને નેત્ર રોગ જેવી મેડિકલ સ્પેશિયાલિટીના તબીબોનો સમાવેશ થાય છે.

વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોવિડની સારવાર માટે 32 તજજ્ઞ તબીબોની નિમણૂક કરાઇ

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં નવા 32 તબીબોની નિમણૂકને પગલે હવે દર્દીઓની સુવિધામાં વધારો થશે. ત્યારે વડોદરા જિલ્લા કલેક્ટરે આ કરાર આધારિત ભરતીથી આરોગ્ય સેવાની ક્ષમતા અને સુસજ્જતા વધવાની અપેક્ષા વ્યક્ત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details