- દુકાનમાં ખરીદી કરવા આવેલો આધેડ ગ્રાહક ઢળી પડ્યો
- કારેલીબાગ વિસ્તારમાં બની ઘટના
- વેપારીએ વિલંબ કર્યા વિના પ્રાથમિક સારવાર આપી
- આધેડ ટેસ્ટ કરાવતા કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ
- વેપારી અને કર્મચારી કોરોનાનો ડર રાખ્યા વગર તાત્કાલિક મદદ કરી
વડોદરાઃ વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી જન ઔષધિ કેન્દ્ર ચલાવતા બાલકૃષ્ણ ગજ્જરને ત્યા 50 વર્ષિય ગ્રાહક દુકાનમાં ખરીદી કરવા આવ્યા હતા. દુકાનમાં ખરીદી કરતા સમયે આ ગ્રાહક ઢળી પડ્યા હતા તેમને સીપીઆરની પદ્ધતિથી સારવાર આપતા જીવ બચ્યો હતો.
વડોદરા ખરીદી કરવા આવેલા કોરોના દર્દીનો જીવ દુકાનદારે બચાવ્યો આ પણ વાંચોઃવડોદરામાં કોરોનાના કેસોમાં વધારો, 24 કલાકમાં 23 લોકો SSG હોસ્પિટલમાં દાખલ
ગ્રાહકનો જીવ બચી ગયાનો અપાર સંતોષ છે
ગ્રાહકનો કોરોના ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે વેપારીએ ટેસ્ટ કરાવતાં તેમને પણ સંક્રમણ લાગી ગયું હતું. જોકે વેપારીએ કહ્યું હતું કે, સંક્રમણતો કાલે મટી જશે, પરંતુ જો ગ્રાહકના જીવને જોખમ સર્જાય તો માનવતા પર લાગેલું સંક્રમણ ક્યારેય ન સાજું થઇ શકે. ભલે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, પણ ગ્રાહકનો જીવ બચી ગયાનો અપાર સંતોષ છે.
દુકાનદારે ડર રાખ્યા વગર મદદ કરી
શહેરના કારેલીબાગ વિસ્તારમાં જન ઔષધિ કેન્દ્ર ચલાવતા બાલકૃષ્ણ ગજ્જરને ત્યાં ઘટના બની ત્યારે લાઇનમાં ઊભેલા અન્ય ગ્રાહકો આઘાપાછા થઇ ગયા હતા. જોકે દુકાનના માલિક અને કર્મચારીએ કોરોનાનો ડર રાખ્યા વગર તાત્કાલિક તેની મદદે પહોંચી ગયા હતા.
આ પણ વાંચોઃપાદરામાં 4 પ્રાથમિક શાળાઓના 5 શિક્ષકો કોરોના પોઝિટિવ