ગુજરાત

gujarat

ETV Bharat / city

Omicron Cases Vadodara: ઓમિક્રોનના કેસ વધતા વડોદરા પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું - Department of Health

વડોદરામાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી (Omicron Cases Vadodara) થઈ છે. વડોદરા પોલીસ કમિશનરે (police commissioner issued a notification) જાહેરમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. પોલીસ કમિશ્નર ડો. શમશેર સિંઘ દ્વારા આંશિક નિયંત્રણો લાગુ પડતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

વડોદરા પોલીસ કમિશનર જાહેરનામું
વડોદરા પોલીસ કમિશનર જાહેરનામું

By

Published : Dec 20, 2021, 2:30 PM IST

વડોદરા: કોરોનાના નવા વેરિયન્ટ (New variants of the Corona) ઓમિક્રોનની વડોદરામાં એન્ટ્રી (Omicron Cases Vadodara) થઈ છે. વડોદરા પોલીસ કમિશનરે જાહેરમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

વડોદરા પોલીસ કમિશનર જાહેરનામું

4 થઈ વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ

વડોદરાના પોલીસ કમિશ્નર ડો. શમશેર સિંઘે જાહેર કરેલા જાહેરનામામાં (police commissioner issued a notification) ચાર કે તેથી વધુ વ્યક્તિઓના પરવાનગી વગર જાહેરમાં ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો અમલ 21 ડિસેમ્બરના રાત્રીના 1 વાગ્યાથી 4 જાન્યુઆરી રાત્રીના 12 વાગ્યા સુધી કરવાનો રહેશે.

પોલીસ તંત્ર હરકતમાં આવ્યું

વડોદરામાં તાજેતરમાં ઓમિક્રોનના બે કેસ (Omicron Cases Vadodara) નોંધાયા છે. જેને લઈને આરોગ્ય વિભાગ (Department of Health) દોડતું થયું હતું. જે બાદ હવે પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. પોલીસ કમિશ્નર ડો. શમશેર સિંઘ દ્વારા આંશિક નિયંત્રણો લાગુ પડતું જાહેરનામું પ્રસિદ્ધ (police commissioner issued a notification) કર્યું છે.

આ પણ વાંચો: દાંતા તાલુકામાં 48 ગ્રામ પંચાયતની ચૂંટણીનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું

આ પણ વાંચો: VVIP Movementને લઈને રાજ્ય પોલીસે નવું જાહેરનામું બહાર પાડ્યું, જાણો શું થયાં નવાં ફેરફારો...

ABOUT THE AUTHOR

...view details