- વડોદરા શહેરમાં કોરોના કેસ ઝડપથી વધવા લાગ્યા
- એક સમયે કોરોના પીક વખતે શહેરમાં કૉવિડ હોસ્પિટલોમાં 6,000 જેટલા બેડ હતા
- કેટલીક હોસ્પિટલોએ પુનઃ બેડની સંખ્યા વધારી
વડોદરા:સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ રાજયભરની સાથો સાથ વડોદરા શહેરમાં કોરોનાના કેસ અતિ ઝડપથી વધવા લાગ્યા છે. દર્દીઓની સંખ્યા વધવા લાગતા કેટલીક હોસ્પિટલોએ પુનઃ બેડની સંખ્યા વધારી દીધી છે. છેલ્લા સપ્તાહમાં કૉવિડ બેડની સંખ્યા 400 વધારી દેવામાં આવી છે. એક તબક્કે શહેરમાં કુદકેને ભ્રુસકે કોવિડ હોસ્પિટલોમાં બેડની સંખ્યા ઘટવા લાગી હતી. ત્યારે છેલ્લા એક સપ્તાહમાં વિવિધ હોસ્પિટલોમાં કોરોના બેડની સંખ્યામાં 400નો વધારો થયો છે. આ સાથે કુલ બેડની સંખ્યા વધીને 2,900 પર પહોંચી ગઈ છે.
આ પણ વાંચો:ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 24,882 નવા કેસો નોંધાયા, 140ના મોત