ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં કોરોના પરિસ્થિતિને લઈને રાજ્યપ્રધાને મુખ્યપ્રધાન સાથે 40 મિનિટ ચર્ચા કરી - વડોદરા ન્યૂઝ

વડોદરા શહેરમાં વકરતા કોરોનામાં કેસને લઈને રાજ્યપ્રધાન યોગેશ પટેલ, ધારાસભ્ય અને OSD ડૉ. વિનોદ રાવે મુખ્યપ્રધાન સાથે ચર્ચા કરી હતી.

Vadodara news
Vadodara news

By

Published : Apr 1, 2021, 1:43 PM IST

  • રાજ્યપ્રધાન યોગેશ પટેલ, વિનોદ રાવ ધારાસભ્યએ મુખ્યપ્રધાન સાથે 40 મિનિટ ચર્ચા કરી
  • શહેરમાં વકરતી કોરોના પરિસ્થિતિનાં મુદ્દા પર ચર્ચા
  • નાયબ મુખ્યપ્રધાને ટેલિફોનિક ચર્ચામાં આરોગ્યની તમામ સુવિધાઓ પુરી પાડવાની ખાતરી આપી

વડોદરા: શહેરમાં વકરતા કોરોનામાં કેસને લઈને રાજ્યપ્રધાન યોગેશ પટેલ, ધારાસભ્ય અને OSD ડૉ. વિનોદ રાવે મુખ્યપ્રધાન સાથે ચર્ચા કરી હતી. જેમાં મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, જરૂરિયાત મુજબની ગ્રાન્ટ પૂરી પાડવામાં આવશે. જેનો લાભ આવનારા દિવસોમાં જનતા થશે અને કોરોના મહામારીમાં નાથવામાં સફળતા મેળવીશું. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ટેલિફોનિક ચર્ચામાં વડોદરાની જનતાને આરોગ્યની તમામ સુવિધાઓ પુરી પાડવાની ખાતરી આપી હતી.

યોગેશ પટેલ

કોરોના કહેરને લઈને મુખ્યપ્રધાન સાથે ચર્ચા થઈ

ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. તેમાં વડોદરા શહેર પણ બાકાત નથી. દિવસેને દિવસે કોરોના પોઝિટિવની સંખ્યા વધી રહી છે અને મોતનો આંકડો પણ વધી રહ્યો છે. કોર્પોરેશન દ્વારા જે મેડીકલ બુલેટિન બહાર પાડવામાં આવે છે. તેમાં 391 જેટલા દર્દીઓ નોંધાયા હતા અને એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત પણ થયું હતું. રાજ્યપ્રધાન યોગેશ પટેલે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર સાથે ટેલિફોનિક ચર્ચા પણ કરીને વિગતો મેળવી હતી.

કોરોનાને વધતો અટકાવવા બાબતે પણ ચર્ચા કરાઈ

શહેરની વકરતી કોરોનાની પરિસ્થિતિને લઈને રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ પટેલ, ધારાસભ્ય શ્રીમાન મોહિલ, ધારાસભ્ય જીતુ સુખડિયાની અને OSD ડૉક્ટર વિનોદ રાવે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને કોરાના પરિસ્થિતીથી વાકેફ કર્યા હતા. કોરોનાને વધતો અટકાવવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.

યોગેશ પટેલ

રાજ્યપ્રધાનની બેઠકમાં મુખ્યપ્રધાને વધુ વેક્સિનેશન થાય તે અંગે વાત કરી હતી

શહેરમાં વકરતો કોરોનાને લઈને રાજ્યપ્રધાન યોગેશ પટેલે મુખ્યપ્રધાન સાથે લગભગ 40 મિનિટ ચર્ચા કરી હતી. મુખ્યપ્રધાને વડોદરામાં વેક્સિન અને કોરાના ટેસ્ટ માટે 59 સેન્ટરો છે. જે રોજના લગભગ 6000 વેક્સિનેશન કરવામાં આવે છે. હવે વેક્સિનેશન કેન્દ્રોની સંખ્યા 150 કરી 25 હજારથી વધુ લોકોને રસી મૂકવાનો લક્ષ્યાંક પૂરો પાડવા જણાવ્યું હતું. વડોદરામાં 8 જેટલા તંબુ લગાવીને મોટી સંખ્યામાં રેપિડ ટેસ્ટ કરવા તેમજ સંજીવની રથ જેની સંખ્યા હાલ 150 છે. તે વધારીને 250 કરે અને એક ટીમ રોજ 25 થી 30 ઘરોમાં જઈને હોમ ક્વોરન્ટાઈન કોરોના દર્દીઓની સારવાર માટે પ્રવૃત્ત થાય છે તેમ મુખ્યપ્રધાને જણાવ્યું હતું.

ખાનગી હોસ્પિટલમાં કોરોના અંગેનાં ભાવોનું બોર્ડ મૂકવાની રજૂઆત યોગેશ પટેલે કરી

કોરોનાનાં કેસ વધતા હોસ્પિટલ બેફામ ભાવ ઉઘરાવે છે, ત્યારે રાજ્યપ્રધાન યોગેશ પટેલે જણાવ્યું કે, ખાનગી હોસ્પિટલોમાં સરકાર દ્વારા નિયત થયેલા કોરોનાની સારવારના ભાવ અંગેનું બોર્ડ મૂકવામાં આવશે. જેથી લોકોને વધુ પૈસા ચૂકવવાના પડે આ સૂચનાનું ચુસ્તપણે પાલન અને અમલ કરવા માટે પણ સૂચિત કરવામાં આવશે વડોદરા શહેરમાં 12 વૉર્ડમાં એક વૉર્ડમાં બે વાહનો દ્વારા માઇક લગાવીને લોકોને જાગૃત કરવામાં આવશે. દરેક લોકોએ માસ્ક પહેરવું સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને વેક્સિનેશન કરવું તે વિશે જાગૃત કરવામાં આવશે.

આ પણ વાંચો :મુખ્યપ્રધાને વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી

જિલ્લા ડૉક્ટરો અને રેસિડેન્ટ ડૉક્ટરોની ટીમ જરૂરિયાત મુજબ બોલાવાશે

વડોદરા શહેરમાં કોરોનાનાં કેસ વધતા કોરોનાની પરિસ્થિતિને લઈને અન્ય જિલ્લાના ડૉક્ટરો અને રેસિડેન્ટ ડૉક્ટરોની ટીમ જરૂરિયાત મુજબ બોલાવવા તેમજ જરૂરી વ્યવસ્થા કરવા પણ મુખ્યપ્રધાને જણાવ્યું હતું. દરેક પોલીસ ચોકી પર પોલીસ અધિકારીઓ દ્વારા નાના મોટા વેપારીઓ, વિવિધ મંડળ, સામાજિક સંસ્થા અને રાજકીય પક્ષના આગેવાનો સાથે મિટિંગ કરીને આવા અને ટેસ્ટ અંગે વધુ જાગૃતિ ચલાવી અને વધુ વકરતી અટકાવવા આયોજના ધોરણે પ્રયોગ કરવા તેમજ ધારાસભ્યો, સાંસદ કલેક્ટર, કોર્પોરેશનના કમિશનર, પોલીસ કમિશનર મિટિંગનું આયોજન કરવા મુખ્યપ્રધાને સૂચના આપી હતી.

આ પણ વાંચો :અમદાવાદમાં કોરોનાના કેસ ઘટ્યા, આરોગ્ય વિભાગની બેઠકમાં નાયબ મુખ્યપ્રધાને કરી જાહેરાત

નાયબ મુખ્યપ્રધાને વડોદરાની જનતાને આરોગ્યની તમામ સુવિધા પૂરી પાડવાની ખાતરી આપી

રાજ્યપ્રધાન યોગેશ પટેલ, ધારાસભ્ય અને ડૉ. વિનોદ રાવની મુખ્યપ્રધાન સાથેની 40 મિનિટની ચર્ચામાં હકારાત્મક પગલાં ભરવા સૂચના આપવામાં આવી હતી અને મુખ્યપ્રધાને જરૂર મુજબ ગ્રાન્ટ પૂરી પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું. વડોદરાની જનતાને આવનારા દિવસોમાં કોરોના મહામારી સામે લડવામાં સફળતા મળશે, તેમ પણ જણાવ્યું હતું. રાજ્યમંત્રી યોગેશ પટેલે નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ સાથે ટેલિફોનિક ચર્ચામાં નીતિનભાઈ પટેલે વડોદરાની જનતાને આરોગ્યલક્ષી તમામ પ્રકારની સુવિધા પૂરી પાડવા ખાતરી પણ આપી હતી.

ABOUT THE AUTHOR

...view details