- વડોદરાના 7 લાખ લોકોને પાણી પૂરં પાડતા આજવા સરોવરની સપાટી 14 દિવસમાં 0.50 ફૂટ ઘટી
- જો 205 ફૂટ થશે તો પાણી વિતરણ પર અસર થવાની શક્યતા
- નર્મદા કેનાલમાંથી વિનામૂલ્યે પાણી ભરી આપવા મેયરનો નર્મદામંત્રીને પત્ર
વડોદરા: દર વર્ષે ઓગસ્ટના મધ્યભાગમાં આજવા સરોવરની જળ સપાટી 212 ફૂટે હોય છે. જે પાણી વર્ષ દરમિયાન શહેરીજનોને પહોંચાડવામાં આવે છે. જોકે આજની તારીખમાં આજવા સરોવરની જળ સપાટી 206.3 ફૂટ એ પહોંચી છે. જેને કારણે કોર્પોરેશન તંત્ર ચિંતામાં મૂકાયુ છે. મેયર કેયુર રોકડીયાએ નર્મદા, શહેરી ગૃહ નિર્માણ પ્રધાન યોગેશ પટેલને પત્ર લખી અગામી દિવસમાં નર્મદા નિગમ દ્વારા વિનામૂલ્યે વડોદરાને પાણી આપવા માગ કરી છે. મેયરે પત્રમાં લખ્યું છે કે, હાલના 206.3 ફૂટના લેવલે પાણી હોવાથી પુરી ગ્રેવીટી સાથે પાણી સપ્લાય કરવામાં આવે છે. 31 ઓગસ્ટ 2021 સુધી આ પાણી લઈ શકાશે પણ તે બાદ પાણી જો 205 ફૂટે પહોંચે છે તો શહેરીજનોને પાણી આપવું મુશ્કેલ થઈ શકે છે. આવા સંજોગોમાં સરદાર સરોવર, નર્મદા નિગમ વિનામૂલ્યે નર્મદા સબ કેનાલ દ્વારા આજવા સરોવર ખાતે પાણી મોકલે તેવી માગ કરાઈ છે. આજવા સરોવરમાંથી પૂર્વ અને દક્ષિણ ઝોન વિસ્તારમાં 7 લાખ લોકોને દૈનિક 145 એમ.એલ.ડી પાણી આપવામાં આવે છે. જે જળવાઈ રહે.
આ પણ વાંચો: કચ્છના મુન્દ્રાના 22 ગામોને ટૂંક સમયમાં મળશે નર્મદાના નીર