- વિદ્યાર્થી માટે સરકાર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય
- સરકારે 23 નવેમ્બરે શાળાઓ અને કોલેજો તબક્કાવાર ખોલવાનો કર્યો નિર્ણય
- વાલીઓ અસમંજસમાં મુકાયા
વડોદરા: કોરોના મહામારીના કારણે માર્ચ મહિનામાં લોકડાઉન થતા શાળાઓ અને કોલેજો બંધ કરવામાં આવી હતી. હવે ગુજરાત સરકારે 23 નવેમ્બરે શાળાઓ અને કોલેજો તબક્કાવાર ખોલવાનો નિર્ણય કરતા વાલીઓ અસમંજસમાં મુકાયા છે.
શાળા કોલેજો ખોલવાના સરકારના નિર્ણયથી વાલીઓ અસમંજસમાં મુકાયા શાળા/કોલેજ ખોલવાના સરકારના નિર્ણયથી વાલીઓ અસમંજસમાં મુકાયા
વિશ્વમાં કોરોનાની મહામારી સર્જાઈ હતી ત્યારે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવતા છેલ્લા આઠ- નવ મહિનાથી સ્કૂલો અને કોલેજો બંધ હતી. તેના કારણે બાળકોના ભવિષ્ય પણ અસર પડી હતી. ત્યારબાદ સરકારે ઓનલાઇન શિક્ષણ શરૂ કરતાં વાલીઓએ નિર્ણયને આવકાર્યો હતો અને અમુક વાલીઓએ નિર્ણયની ટીકા કરી હતી.
હવે ગુજરાત સરકાર દ્વારા 23મી નવેમ્બરથી ધોરણ ૯ થી ૧૨ વર્ગો સરકારી ધારાધોરણ મુજબ અને કોલેજો શરૂ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ત્યારે આ નિર્ણયને લઈને વાલીઓ અસમંજસમાં મુકાયા છે. સરકારે વાલીઓ અને સંસ્થાઓને લેખિતમાં સંમતિ મેળવવાની પણ વાત કરી હતી. વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત ગણવામાં નહીં આવે અને તબક્કાવાર શિક્ષણ કાર્ય પણ શરૂ કરવાની વાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. અમુક વાલીઓએ આ નિર્ણયને આવકાર્યો હતો. જ્યારે અમુક વાલીઓએ આ નિર્ણયને આવકાર્યો ન હતો.