- શ્રીજી હોસ્પિટસમાં મહિલાના મૃત્યુથી હોબાળો
- હોસ્પિટલ તંત્ર નથી આપતા દર્દીની જાણકારી પરીવારને
- શહેરમાં કોરોનાની સ્થિતી ગંભીર
વડોદરા: શહેરના આર્યુવેદિક ત્રણ રસ્તા પાસે શ્રીજી હોસ્પિટસ આવેલું છે, જ્યાં માંજલપુર વિસ્તારમાં રહેતા ગજેરા બેન બારીયાને થોડા દિવસ પહેલા ફેફસામાં તકલીફને કારણે અહીં ખસેડવામાં આવ્યા હતા. તેમના 75% ફેફસા મહિલાના ડૅમેજ થઈ ગયા હતા. જેને લઈને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. દર્દીનો રિપોર્ટ કરાવતા તેમનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. દિનપ્રતિદિન મહિલાની તબિયત બગડતી હતી અને પરિવારજનોને જાણ કરવામાં આવતી હતી.
આ પણ વાંચો : વધતા કોરોના કેસને લઇને હોસ્પિટલો હાઉસ ફૂલ, લાલબાગ અતિથિગૃહ ખાતે પ્રથમ કોવિડ કેર સેન્ટર ઉભું કરાયું
ડોક્ટર પરીવારથી જાણકારી છુપાવે છે
ડોક્ટર દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી હતી પરંતુ ગજરાબેન તબિયત વધુ બગડતી હતી તેને લઈને ડોક્ટરો દ્વારા તેમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા ત્યારબાદ તેનો ગત મોડી સાંજે મોત નીપજ્યું હતું. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે હોસ્પિટલમાં વાળા માત્ર પૈસા લેવામાં જ રસ છે. સારવાર યોગ્ય કરતા નથી અને સારવારની જાણ પરિવારજનોને કરતા નથી. નિયમિત રીતે હોસ્પિટલમાં આવતા જ હતા ને અને અમે કોઈપણ પ્રકારની જાણ પણ કરી નથી. આજે મારી માતાને વેન્ટિલેટર ઉપર મૂકી તે વાતની જાણ પરિવારજનોએ કરી ન હતી. જ્યારે પરિવારજનોએ તપાસ કરતાં જ ગજેરા બેનનું મોત થયું હતું. પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવતા પોલીસ ઘટના સ્થળ પર આવી ગઈ હતી. પાણીગેટ પોલીસ ઘટના સ્થળ પર આવીને મામલો થાળે પાડ્યો હતો. ડોક્ટર પર કરવામાં આવેલા તમામ આક્ષેપો ડોક્ટરે નકારી કાઢવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : વેતન બાબતે કોન્ટ્રાક્ટર દ્વારા શોષણ થતું હોવાનો આક્ષેપ, સ્વાસ્થય કર્મીઓ દ્વારા કલેકટરને આવેદન
હોસ્પિટલમાં દર્દીઓના કફોડી હાલત
સતત ત્રીજા દિવસે સારવાર દરમિયાન દર્દીનું મોત નિપજતા હોસ્પિટલમાં દર્દીના સંબંધીઓને હોબાળો અને તોડફોડના બનાવ નોંધાયા છે. બે દિવસ પહેલા દાંડિયા બજાર ખાતે સિદ્ધિ હોસ્પિટલમાં અસ્મિતાબેન મહિલાનું મોત નીપજયું હતું ત્યાર બાદ હોસ્પિટલમાં એન્જિનિયર યોગેશ થવાનું પણ મોત નીપજ્યું હતું અને આજે આયુર્વેદિક ત્રણ રસ્તા પર આવેલ શ્રીજી હોસ્પિટલ માં ગજેરા બેન બારીયા મહિલાનું મોત થતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.