- દીપક ફાઉન્ડેશનએ થર્ડ જેન્ડર માટે વિવિધ સ્કીલિંગ અભ્યાસક્રમ રજૂ કર્યો
- દીપક ફાઉન્ડેશ દ્વારા શરૂ કરવામાં આવેલી આ પ્રથમ બેચ
- દીપક ફાઉન્ડેશનએ કિન્નરો (ટ્રાન્સજેન્ડર) માટે અનન્ય સ્કીલિંગ અભ્યાસક્રમ રજૂ કર્યો
વડોદરા:દિપક ફાઉન્ડેશન છેલ્લા પાંચ વર્ષથી હોમ હેલ્થ એઈડ (HHA) માટે કૌશલ્ય નિર્માણના અભ્યાસક્રમો ચલાવી રહ્યું છે. આ વર્ષે ફાઉન્ડેશને કિન્નર અને લિંગ વિસ્તૃત સમુદાથોને તક પૂરી પાડવા માટે કોર્ષને વધુ સમાવિષ્ટ બનાવવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને સ્વસ્થત વૃદ્ધો અને વિકલાંગના ઘર આધારિત આરોગ્ય સાંભળ પુરી પાડવામાં તેમનું ધ્યાન કેન્દ્રિત કરવાના છે.
થર્ડ જેન્ડરોને પગભર બનાવવા વડોદરાનું દિપક ફાઉન્ડેશન આગળ આવ્યું કિન્નરોને ટ્રેનિંગ પણ આપવામાં આવશે
કિન્નરોને પણ શરૂઆતમાં સમાજમાં રહીને કે કામ કરવામાં સંકોચ અનુભવતો હતો. પરંતુ તેઓ એ હાર ના માનતા આગળ વધ્યા છે, તો સમાજ પણ તેમનો સાથ આપશે તેવા વિચારો સાથે આ પહેલ કરવામાં આવી છે. દીપક ફાઉન્ડેશ દ્વારા શરૂ કરવામાં આવેલી આ પ્રથમ બેચ છે. જેમાં કિન્નરોને ટ્રેનિંગ પણ આપવામાં આવશે. આ પ્રોગ્રામમાં તેમને ખાસ કરીને પર્સનાલિટી ડેવલપમેન્ટ, કમ્પ્યુટર નોલેજ, કૉમ્યૂનિકેશન, ઇંગલિશ સ્પીકિંગ પણ શીખવાડવામાં આવે છે. આ કોર્ષને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની મંજૂરી મળેલી છે.
નોકરી આપવવાની પણ જવાબદારી
આ કોર્ષ કર્યા બાદ નોકરી આપવવાની પણ જવાબદારી લીવામાં આવી છે. નોકરી મળી ગયા બાદ પણ કિન્નરોને કોઈ મુશ્કેલી પડતી નથી તેનું ખાસ ધ્યાન પણ રાખવામાં આવશે. અને ખાસ કરીને તેમને મેડિકલ પેકેજ પણ મફતમાં કરી આપેલ છે. શિક્ષણની સાથે તેમને પ્રેકટીકલ જ્ઞાન પણ પૂરું પાડવામાં આવે છે.