- વડોદરા શહેરની હોસ્પિટલમાં બેડ ફૂલ થઈ ગયા
- OSD ડૉક્ટર વિનોદ રાવે સયાજી હોસ્પિટલ ખાતે ડૉકટરો સાથે મીટીંગ કરી
- ડૉક્ટર વિનોદ રાવ હોસ્પિટલની મુલાકાત લઈને ICU બેડ વધારવાનો પણ નિર્ણય
વડોદરા : શહેરમાં કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે, ત્યારે વડોદરાના રાજવી પરિવાર સાથે સંલગ્ન દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત તમામ મંદિરો અચોક્કસ મુદ્ત સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં બહુચરાજી મંદિર, ખંડેરાવ મંદિર, પંચમુખી હનુમાનજી મંદિર, દત્ત મંદિર, તારકેશ્વર મંદિરનો સમાવેશ થાય છે. આ મંદિરની બહાર જાહેર સૂચનાનું બોર્ડ મારી દેવામાં આવ્યું છે.
મંદિરને તાળા મારીને મંદિરની બહાર સૂચનાનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું
વડોદરાના રાજવી પરિવાર સાથે સંલગ્ન દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત તમામ મંદિરો 1 એપ્રિલથી અચોક્કસ મુદત સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કારેલી બાગ ખાતે બહુચરાજી મંદિર ખંડેર મંદિર કાલાઘોડા ખાતે આવેલા પંચમુખી હનુમાનજી મંદિર જગત મંદિર અને તારકેશ્વર મંદિરનો સમાવેશ થાય છે. આ મંદિરને તાળા મારીને મંદિરની બહાર સૂચનાનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે.