- વડોદરાના કલાકાર દ્વારા કલાત્મક રીતે ચૂંટણીનો સખત વિરોધ
- રંગોલી અને પોસ્ટર સાથે કલાકારો દ્વારા સુરસાગર તળાવ પાસે અનોખો વિરોધ
- કલાકારો દ્વારા વડોદરા મહાનગરપાલિકાને બહિષ્કારની ચીમકી
વડોદરાઃ વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના કલાકારોને ગત સાડા ચાર વર્ષથી આર્ટ ગેલેરી માટે ઠેંગો બતાવવામાં આવી રહ્યો છે. જેથી કલાકારોએ આવનારી કોર્પોરેશન ચૂંટણીમાં "નો આર્ટ ગેલેરી નો વોટ"ની ચીમકી ઉચ્ચારી છે.
વડોદરાના કલાકાર દ્વારા કલાત્મક રીતે ચૂંટણીનો સખત વિરોધ વડોદરાના કલાકારો દ્વારા કલાત્મક રીતે વિરોધ પ્રદર્શન
વડોદરા શહેર વિશ્વભરમાં એક સંસ્કારી નગરી તરીકે ઓળખાણ ધરાવે છે. આ સંસ્કારી નગરીના અમૂલ્ય રત્નો એવા કલાકારો વિશ્વભરમાં વડોદરાના નામને પ્રસિદ્ધિ આપાવે છે. જેથી કોર્પોરેશન દ્વારા બદામડી બાગ ખાતે આવેલી જગ્યા પર આર્ટ ગેલેરી બનાવવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ત્યાં કંટ્રોલ સેન્ટર બનાવી કોર્પોરેશને વિશ્વાસઘાત કર્યો હતો. જેથી સાડા ચાર વર્ષથી કલાકારોને કોઈ પ્રકારની એક્ઝિબિશન માટે આર્ટ ગેલેરી વંચિત છે. આ અંગે કલેક્ટર અને મેયરને વારંવાર આવેદન આપ્યા બાદ પણ કોઇ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. જેથી ધક્કા ખાઈને કંટાળેલા કલાકારોએ આજે રવિવારે સુસાગર પાસે આવેલા મહાદેવ મંદિર પાસે "નો આર્ટ ગેલેરી નો વોટ" સાથે વિરોધ નોંધાવ્યો હતો.
કલાકારો દ્વારા વડોદરા મહાનગરપાલિકાને બહિષ્કારની ચીમકી લડત ભવિષ્યના કલાકારો માટે
આ અંગે વડોદરાના ફોટાગ્રાફર મનીષ વ્યાસે જણાવ્યું કે, આ લડત કલાકારોના ભવિષ્ય માટે છે. કલાકારો વારંવાર કોર્પોરેશન અને કલેક્ટરના દાદરા ચડી થાકી ગયા છે. જેથી હવે એક જ રસ્તો બચ્યો છે કે, આર્ટ ગેલેરી નહીં તો વોટ નહીં.
રંગોલી અને પોસ્ટર સાથે કલાકારો દ્વારા સુરસાગર તળાવ પાસે અનોખો વિરોધ