ગુજરાત

gujarat

By

Published : May 24, 2021, 8:34 PM IST

ETV Bharat / city

વડોદરા મહાનગરપાલિકાના વ્હીકલપુલ શાખાની કમ્પાઉન્ડ વોલ ધરાશાયી, અનેક વાહનો દબાયા

વડોદરાના ભૂતડીઝાંપા વિસ્તારમાં આવેલા વડોદરા મહાનગરપાલિકાના વ્હીકલપુલ શાખાની 20થી 30 ફૂટ લાંબી કમ્પાઉન્ડ વોલ તૂટી પડતા બે રીક્ષા એક થ્રી વ્હીલ ટેમ્પો અને અનેક લારીઓ દબાઈ ગઈ હતી. આ બનાવની જાણ ફાયરબ્રિગેડને થતા તરત જ ઘટનાસ્થળે પહોંચીને ફાયર બ્રિગેડના જવાનોએ કામગીરી હાથ ધરી હતી.

વડોદરા મહાનગરપાલિકાના વ્હીકલપુલ શાખાની કમ્પાઉન્ડ વોલ ધરાશાયી
વડોદરા મહાનગરપાલિકાના વ્હીકલપુલ શાખાની કમ્પાઉન્ડ વોલ ધરાશાયી

  • પાલિકાની કથળતી હાલતની પોલ ખુલી
  • 2 રીક્ષા, 1 ટેમ્પો અને 3થી 4 લારીઓ દબાઈ
  • ફાયરબ્રિગેડ અને જીઈબી દ્વારા કામગીરી કરવામાં આવી

વડોદરા: મહાનગરપાલિકાની ભૂતડીઝાંપા વિસ્તારમાં વ્હીકલપુલ શાખા આવેલી છે. સોમવારે વ્હીકલપુલ શાખાની કમ્પાઉન્ડ વોલ એકાએક ધરાશાયી થતા બહાર પાર્ક કરેલા 4થી 5 વાહનો અને લારીઓનું કચ્ચરઘાણ વળી ગયું હતું. આ ઘટનાને પગલે ફરજ પર હાજર કર્મચારીઓ અને પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓમાં ભારે ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. જ્યારે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા. બનાવની જાણ કરવામાં આવતા તુરંત જ ફાયરબ્રિગેડના જવાનો તેમજ જીઈબીનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યા હતા અને જેસીબીની મદદ વડે દીવાલ નીચે દબાઈ ગયેલા વાહનો અને લારીઓ હટાવવાની કામગીરી હાથધરી હતી.

વડોદરા મહાનગરપાલિકાના વ્હીકલપુલ શાખાની કમ્પાઉન્ડ વોલ ધરાશાયી

કોઈ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના થતા ટળી

ભૂતડીઝાંપા વિસ્તારમાં પાલિકાની વ્હીકલપુલ શાખા આવેલી છે. જેમાં પાલિકાના વાહનો સબંધિત કામગીરી કરવામાં આવે છે. સોમવારે અચાનક વ્હીકલપુલ શાખાની મુખ્ય પ્રવેશ દ્વારની કમ્પાઉન્ડ વોલ એકાએક ધરાશાયી થતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી. સર્જાયેલી આ ઘટનામાં 4 થી 5 વાહનો તેમજ લારીઓ દબાઈ જતા મોટી માત્રમાં નુક્સાન થયું હતું. સદનસીબે જાનહાની થતા ટળી હતી. આ અંગે સબ ફાયર ઓફિસર મનોજ સીતાપરાએ જણાવ્યું હતું કે, વ્હીકલપુલ પુલ પેટ્રોલપંપ પાસે દીવાલ પડી ગઈ હોવાનો ફાયર સીટી કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમમાં કોલ મળ્યો હતો. જેથી તુરંત ઘટના સ્થળે આવીને તપાસ કરતા અમુક રીક્ષાઓ અને લારીઓ દબાઈ ગઈ હતી. હાલમાં જેસીબી ફાયર સ્ટાફ અને જીઈબી સાથે કામગીરી કરવામાં આવી છે. કોઈ જાનહાની થઈ નથી. બે રીક્ષાઓ હતી, એક ટેમ્પો હતો અને ત્રણથી ચાર લારીઓ હતી. જે દબાઈ ગઈ છે. તેને હટાવવાની કામગીરી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details