ગુજરાત

gujarat

ETV Bharat / city

અંગ્રેજોની જેમ ભાજપ સરકાર કામ કરે છે: અમિત ચાવડા - Vadodara

વડોદરામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા(Amit Chavda)ની અધ્યક્ષતામાં વડોદરામાં કોંગ્રેસ દ્વારા બીલ ગામ ખાતે દેખાવો કરવામાં આવ્યો હતો. લોકોએ જનતા માંગે જન અધિકારના નારા લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો.

અંગ્રેજોની જેમ ભાજપ સરકાર કામ કરે છે: અમિત ચાવડા
અંગ્રેજોની જેમ ભાજપ સરકાર કામ કરે છે: અમિત ચાવડા

By

Published : Aug 8, 2021, 6:22 PM IST

  • કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં વડોદરામાં કોંગ્રેસના દેખાવો
  • બીલ ગામમાં કોંગ્રેસના દેખાવો જનતા માંગે વેરા નું વળતર ના નારા લગાવી રહ્યા છે કોંગ્રેસ કાર્યકરો
  • હોસ્ટેલ ખાલી કરવા, પોલીસ કેસ કરવાની ધમકીને અમે વખોડિયે છે - અમિત ચાવડા

વડોદરા: કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા(Amit Chavda)ની અધ્યક્ષતામાં બીલ ગામ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અમિત ચાવડાએ ગુજરાતની રૂપાણી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, ભાજપ પોતાની નિષ્ફળતાની ઉજવણીના 5 વર્ષ ઉજવી રહી છે. મહાનગરો અને નગરપાલિકા વિસ્તારમાં જનતાને માળખાગત સુવિધા મળતી નથી.

આ પણ વાંચો- Congress Executive Meeting: જે સરકારને તમે વોટ આપ્યા તે જ સરકારે તેમને હોસ્પિટલમાં બેડ ન આપ્યાઃ ચાવડા

ભાજપ સરકાર લોકોનો અવાજ દબાવે છે: અમિત ચાવડા

આ માળખાગત સુવિધામાં લોકોને શિક્ષણ, આરોગ્ય, પાણી, સ્વચ્છતા જેવી સુવિધા મળતી નથી. વડોદરા પાલિકામાં જે ગામોનો ઉમેરો થયો છે, ત્યાં પાલિકા સુવિધા આપી શકી નથી. મહાનગરપાલિકાના જૂના વિસ્તારમાં ચોખ્ખું પાણી મળતું નથી. અંગ્રેજોની જેમ ભાજપ સરકાર કામ કરે છે અને ભાજપ સરકાર લોકોનો અવાજ દબાવે છે તેમ અમિત ચાવડાએ કહ્યું હતું.

અંગ્રેજોની જેમ ભાજપ સરકાર કામ કરે છે: અમિત ચાવડા

રેસિડેન્ટ ડોક્ટરોના આંદોલનને લઈ અમિત ચાવડાએ મોટું નિવેદન આપ્યું

રાજ્ય સહીત વડોદરા સયાજી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોના આંદોલનને લઈ અમિત ચાવડાએ મોટું નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે, કોરોના વોરિયર્સના સન્માનની વાતો સરકાર કરતી હતી અને તેમને હોસ્ટેલ ખાલી કરવા પોલીસ કેસ કરવાની ધમકી આપવામાં આવે છે.

આ પણ વાંચો- ભાજપના રોજગાર દિવસની ઉજવણી સામે કોંગ્રેસનું બેરોજગારી હટાવો અભિયાન

સરકારે તબીબોની માંગ પૂરી કરવી જોઈએ: અમિત ચાવડા

વધુમાં અમિત ચાવડા(Amit Chavda)એ જણાવ્યું કે, ડોકટરોએ કોરોના સમયે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો, ત્યારે સરકારે તબીબોની માંગ પૂરી કરવી જોઈએ, ટેકસના રૂપિયાનો સદુપયોગ કરવાના બદલે ભાજપ ઉત્સવોના તાયફા કરી રૂપિયાનો વેડફાટ કરે છે.

ABOUT THE AUTHOR

...view details