ગુજરાત

gujarat

ETV Bharat / city

ધીરજ હોસ્પિટલના સંચાલક અને તેના પુત્રએ નોટિસનો જવાબ આપવા વધુ 10 દિવસની મુદત માંગી

વાઘોડિયાની ધીરજ હોસ્પિટલના કાળા કારોબારના ઉઘાડા કૌભાંડ પર કડક પગલા ભરવા તંત્રના પના પણ ટુંકા પડતા હોય તેમ જણાઈ રહ્યું છે. કારણ કે, OSD, DDO સહિતના અધિકારીઓ સાથેનો કાફલો જોરશોરથી 13 મેના રોજ ધીરજ હોસ્પિટલમાં તપાસ કરીને 469 પેશન્ટના બદલે ફક્ત 234 પેશન્ટ જ સારવાર હેઠળ હોવાનાં ભાંડો ફોડ્યો હતો.

ધીરજ હોસ્પિટલના સંચાલક અને તેના પુત્રએ નોટિસનો જવાબ આપવા વધુ 10 દિવસની મુદત માંગી
ધીરજ હોસ્પિટલના સંચાલક અને તેના પુત્રએ નોટિસનો જવાબ આપવા વધુ 10 દિવસની મુદત માંગી

By

Published : May 28, 2021, 11:38 AM IST

  • ગુજરાત સરકારને 2 કરોડનો ચુનો ચોપડવાનું કૌભાંડ
  • ધીરજ હોસ્પિટલના મનસુખ આણી મંડળીનો કૌભાંડ કેસમાંથી બહાર નીકળવા પ્રયાસ
  • સરકારી નોટિસનો જવાબ આપવા વધુ 10 દિવસની મુદત માંગી

વડોદરા: ગુજરાત સરકારને 2 કરોડનો ચૂનો લગાવનાર ગોરખધંધા આચરનારી ધીરજ હોસ્પિટલના સંચાલક મનસુખ અને તેના પુત્ર દિક્ષીતે DDOઓને મુદ્દત પત્ર સુપ્રત કરી જવાબ રજૂ કરવા વધુ 10 દિવસની માંગણી કરી હતી. જેથી મનસુખ આણી મંડળીએ સમગ્ર કૌભાંડમાંથી બહાર નીકળવા તખ્તો ઘડયો હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે.

કૌભાંડનો જવાબ તારીખ 28 સુધીમાં રજૂ કરી દેતા હોસ્પિટલના સંચાલકોને તાત્કાલિક નોટિસ પાઠવી દીધી

વાઘોડિયાની ધીરજ હોસ્પિટલના કાળા કારોબારના ઉઘાડા કૌભાંડ પર કડક પગલા ભરવા તંત્રના પના પણ ટુંકા પડતા હોય તેમ જણાઈ રહ્યું છે. કારણ કે, OSD, DDO સહિતના અધિકારીઓ સાથેનો કાફલો જોરશોરથી 13 મેના રોજ ધીરજ હોસ્પિટલમાં તપાસ કરીને 469 પેશન્ટના બદલે ફક્ત 234 પેશન્ટ જ સારવાર હેઠળ હોવાનાં ભાંડો ફોડ્યો હતો. જેમાં કૌભાંડનો જવાબ તારીખ 28 સુધીમાં રજૂ કરી દેતા હોસ્પિટલના સંચાલકોને તાત્કાલિક નોટિસ તો પાઠવી જ દીધી હતી.

આ પણ વાંચો:ધીરજ હોસ્પિટલ આવી વિવાદમાં, વૃદ્ધનું મોત થયું હોવાનું જણાવી પરિવારજનોને અન્ય કોઈ મૃતકનો ફોટો મોકલી દીધો

ગોરખધંધાના કૌભાંડ પર ઢાંક પીછોડો કરવા તખ્તો ઘડાતો હોવાની ચર્ચા

રાજકારણના દોરીસંચાર અને કાયદાની આટીઘુંટીના અઠંગ ખેલાડી મનાતા મનસુખ પટેલ આણી મંડળી નોટીસના જવાબ આપવાના આગલા દિવસે જ નવો ફણગો ફોડ્યો હતો અને વધુ 10 દિવસની મુદતની માંગણી કરતો પત્ર કચેરીમાં પાઠવ્યો હતો.સરકારી તંત્ર: ના ઉચ્ચ અધિકારીઓએ જે કૌભાંડ સરાજાહેર ઉજાગર કર્યું છે.તેમાં ઘોંચ પડાવવા અને ઉચ્ચ સ્તરેથી કેસ સગેવગે કરાવીને કુલડીમાં ગોળ ભાંગવાનો તખ્તો ઘડાતો હોય તેવું સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થતુ હોય તેવું જણાઈ રહ્યું છે.

આ પણ વાંચો:વાઘોડિયાની ધીરજ હોસ્પિટલમાં સરકારી બેડ ઉપર કોવિડના વધારે દર્દી બતાવવાનું કૌભાંડ

આ કેસમાં પણ સરકારી તંત્ર પોટલુ વાળીને અભેરાઈ પર ચડાવી દેશે કે કેમ!

સરકારના ભ્રષ્ટ અને ખાંધિયા રાજકીય નેતાઓની છત્રછાયામાં ભૂમાફિયા તરીકે પકડાયેલા મનસુખ આણિ મંડળીને આજ સુધી ઉની આંચ આવી નથી. તેથી જ પુરી હિંમતથી આ વખતે તો સરકારની જ આંખમાં ધુળ નાખીને કરોડો રૂપિયા ખંખેરવા તખ્તો ઘડી નાખ્યો છે. તેમ છતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનું તંત્ર ટાઢુ બોળ થઈને બેસી રહ્યું છે. શહેરના હિત ચિંતકોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે, આટલા મોટા કૌભાંડ ઉપર ઢાંકપિછોડો કરવા ઉપરથી જ હિલચાલ આદરવામાં આવી છે. કારણ કે, મનસુખ પટેલને કાળા ધંધાના કારોબારના તમામ પાસાથી ઘડાઈ ચૂક્યો છે. જેથી આજ સુધીમાં પોતે કરેલા ગોરખધંધા રફેદફે કર્યા તેમ આ કેસમાં પણ સરકારી તંત્ર પોટલુ વાળીને અભેરાઈ પર ચડાવી દેશે તેમ ચર્ચાઈ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details