વડોદરા વડોદરામાં રખડતાં ઢોરો અને દબાણોને લઈને વડોદરા કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં એક બાદ એક રખડતાં ઢોરના કારણે અકસ્માતની ઘટના સામે આવી છે. ત્યાર બાદ તાજેતરમાં જ ઢોર પાર્ટી પર હુમલાની ઘટના પણ સામે આવી હતી. જેને પરિણામે આજે વડોદરા કોર્પોરેશનની ઢોર પાર્ટી દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરાના છેવાડામાં આવેલા સયાજીપુરા વુડાના મકાનો પાસે ગેરકાયદે દબાણોને આજે દૂર કરવામાં આવ્યા હતાં.
વડોદરા કોર્પોરેશનની ઢોર પાર્ટી અને દબાણ શાખાની ટીમ દ્વારા સપાટો બોલાવાયો વડોદરા કોર્પોરેશન દ્વારા કાર્યવાહીસયાજીપુરા વુડાના મકાનો પાસે આવેલા ગેરકાયદે ઢોરવાડા પર જીસીબી મશીન સાથે કાર્યવાહી કરવામાં આવી હતી. સંખ્યાબંધ વાહનો સાથે વડોદરા કોર્પોરેશનની ઢોર પાર્ટી અને દબાણ શાખાની ટીમ અહીં પહોંચી હતી. જેમાં ખુલ્લા મેદાનમાં બનાવેલા ઢોર વાડા પર મોટા પ્રમાણમાં કાર્યવાહી કરવામાં આવી હતી. જીસીબી મશીન દ્વારા તમામ દબાણો હટાવવામાં આવ્યા હતાં. મકાનો નજીક ખુલી જગ્યાઓ પર ઢોરવાડા બાંધીને ઢોર રાખવામાં આવ્યા હતાં. જેને આજે હટાવાયા છે.
આ પણ વાંચો વડોદરા કોર્પોરેશન એક્શન, ગોત્રીના ઢોરવાડાઓ પતરાં મારી સીલ કરતાં ખૂબ થયો વિરોધ
વડોદરામાં ઢોરવાડાઓ પર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પાલિકા દ્વારા પોલીસને સાથે રાખીને આ કાર્યવાહી કરવામાં આવી હતી. ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે આ તમામ દબાણો દૂર કરવામાં આવ્યા હતાં. જ્યારે કેટલાંક દબાણકર્તાઓ પોતે પણ સામાન હટાવી રહ્યા હતાં ત્યારે આ પ્રકારની કાર્યવાહીના પગલે સ્થાનિકોમાં ભારે વિરોધ અને નારાજગી જોવા મળી હતી. મહત્વનું છે કે વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ આ સમયે સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતાં. તેઓના માર્ગદર્શન હેઠળ તમામ કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ઢોરવાડા માટે વૈકલ્પિક જગ્યા ફાળવવી જોઈએ તેવી માલધારી સમાજની બહેનોએ માગ કરી છે.
આ પણ વાંચો Stray cattle in Vadodara: શા માટે આંખ ગુમાવનારના પરિવારે પાલિકાને વળતર માટે નોટીસ આપી
પશુઓને કબજે પણ કરાયાવડોદરા કોર્પોરેશન દ્વારા ઢોરવાડા હટાવવાની સાથે સાથે ત્યાં રહેલી ગાય સહિતના પશુઓને કબજે પણ કરાયા છે. વડોદરા કોર્પોરેશનની ઢોર પાર્ટીના વાહનોમાં ગાયોને લઈ જવાઈ હતી. જ્યારે કેટલાંક ઢોરવાડાને સીલ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીના પગલે સ્થાનિકોમાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે.