- મંજૂસરની નેટવર્ક માર્કેટિંગ કંપનીમાં યુવતી સાથે સહકર્મીના દુષ્કર્મથી ચકચાર
- લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારતાં યુવતી ગર્ભવતી બની
- સમગ્ર બનાવની તપાસ ડીવાયએસપીને સોંપાઈ
વડોદરાઃ સાવલીની મંજૂસર GIDCમાં અગાઉ ચાલતી ડીબીએ એસોર્ટ નામની માર્કેટિંગ કંપની સાથે કામ કરતી સોમનાથની યુવતીએ બે શખ્સો સામે દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. ભાદરવા પોલીસ મથકે ગઈકાલે દાખલ થયેલી ફરિયાદની તપાસ ડીવાયએસપીને સોંપાઈ છે.
- સોમનાથની યુવતીએ 2018માં ડીબીએ એસોર્ટ નામની કંપની સાથે બિઝનેસ શરૂ કર્યો હતો
સોમનાથની 29 વર્ષની યુવતીને 2018માં ડીબીએ એસોર્ટ, નેટવર્ક માર્કેટિંગ કંપની અંગે વોટ્સએપથી જાણ થઈ હતી. રૂ.8,500ની ખરીદી બાદ લાઇસન્સ બનશે અને બીજા લોકોને જોઇન કરવાથી કમિશન મળશે તેવી જાણકારી યુવતીને સંબંધિત મોબાઇલ ફોન નંબર કોલ કરતા મળી હતી. ત્યારબાદ યુવતી મંજૂસર સ્થિત ભાગ્યલક્ષ્મી ખાતે આવેલ ડીબીએ એસોર્ટની ઓફિસે આવી હતી. પાંચ દિવસની તાલીમ બાદ યુવતીએ તેનો બિઝનેઝ શરૂ કર્યો હતો અને મંજૂસર ખાતે ફલેટમાં યુવતીએ રહેવાનું શરૂ કર્યું હતું.
- પીડિતાએ મોકલાવેલી નોટીસનો ઉડાઉ જવાબ આપ્યો હોવાના આક્ષેપ
દરમિયાન સાથે બિઝનેસ કરતા મલય ચંદ્રકાંત પટેલ રહે. શક્તિ પ્રોવિઝન સ્ટોર , ગોવિંદભાઇની ખડકી , વિરમગામ યુવતીના સંપર્કમાં આવ્યો હતો. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા તેઓ ફલેટમાં સાથે રહેતાં હતાં. યુવતીએ લગ્નની વાત કરતાં મલય પટેલે તે સમયે MQની પોસ્ટ મળ્યા બાદ પરિવારને લગ્નની માટે મનાવવા કહ્યું હતું. મલય તે સમયે યુવતીની માતાના બેંક ખાતાનું એટીએમનો ઉપયોગ કરી રૂ.50 હજાર ઉપાડયાં હતાં. મલયના કહેવાથી યુવતીએ રૂ.45 હજાર મલયના મિત્ર ભરત લલ્લુભાઈ દેસાઈ રહે.લલ્લુભાઇની ચાલી , મેમનગર , અમદાવાદના ખાતામાં જમા કરાવ્યાં હતાં.
- અન્ય સંબંધો અંગે પોલ ખુલી