વડોદરાઃ કરજણ તાલુકાના કોલીયાદ ગામે આવેલી પ્રાથમિક શાળાને સર્વ શિક્ષા અભિયાન 2004 યોજના હેઠળ એક સિન્ટેક્સ કંપનીના ઓરડાની ફાળવણી કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ શિયાળા, ઉનાળા અને ચોમાસામાં સંપૂર્ણ રક્ષણ મળી રહે તેમ જ શાળાના બાળકો નિર્ભયતાથી શાળામાં અભ્યાસ કરી શકે તેવો હતો, પરંતુ કોલીયાદ ગામના હાલના સરપંચ અશ્વિન પ્રવીણભાઈ પટેલ દ્વારા વડોદરા શિક્ષણ સમિતિની કોઈ પણ પ્રકારની લેખિત પરવાનગી કે કાયદેસરની જાહેર હરાજી કર્યા સિવાય સત્તાનો દૂર ઉપયોગ કરી સિન્ટેક્સ કંપનીના ફાઈબરના ઓરડાને કોલીયાદ પ્રાથમિક શાળામાંથી ઉઠાવી પોતાના ખેતરમાં મજૂરોને રહેવા તેમ જ દવા ખાતર મૂકવા માટે લઈ ગયા, જેની જાણ સામાજિક કાર્યકર દિનેશ પટેલને થતા કોલીયાદ ગામના સરપંચ સત્તાનો દૂરુપયોગ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.
કરજણના કોલીયાદ ગામના સરપંચ દાદાગીરી કરે છેઃ સામાજિક કાર્યકર્તાનો આક્ષેપ - સરપંચ
વડોદરામાં કરજણ તાલુકાના કોલીયાદ ગામના સરપંચ દાદાગીરી કરતા હોવાનો આક્ષેપ સામાજિક કાર્યકર્તાએ કર્યો છે. સામાજિક કાર્યકર્તાએ કહ્યું કે, સરપંચે પ્રાથમિક શાળાની પરવાનગી વગર સિન્ટેક્સ કંપનીના ઓરડાને શાળામાંથી ઉઠાવી પોતાના ખેતરમાં મજૂરોને રહેવા તેમ જ દવા ખાતર મૂકવા માટે લઈ ગયા. આથી સરપંચ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે લેખિતમાં ફરિયાદ કરી હતી.
કરજણના કોલીયાદ ગામના સરપંચ દાદાગીરી કરે છેઃ સામાજિક કાર્યકર્તાનો આક્ષેપ
આથી સામાજિક કાર્યકર્તાએ સરપંચ વિરુદ્ધ જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં અરજી કરી હતી, જેમાં સરકારી મિલકતની ચોરી અને સત્તાનો દુરુપયોગ કરવા બદલ સરપંચને હોદ્દા પરથી દૂર કરવા સહિત પોલીસ ફરિયાદ કરવામાં આવે તેવી માગ કરી હતી.