ગુજરાત

gujarat

ETV Bharat / city

વિદેશ પ્રધાન જયશંકરે કહ્યું -'ચીનમાંથી વિદ્યાર્થીઓને લાવવા વિમાનની વ્યવસ્થા કરવામાં આવશે - હરણી વિમાન મથક

વિદેશ પ્રધાન એસ.જયશંકર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા માટે વડોદરા એરપોર્ટ પર આવ્યા હતાં. જ્યાં તેમણે ચીનના કોરો વાયરસ અંગે મીડિયા સાથે ચર્ચા કરી હતી.

ETV BHARAT
વડોદરા એરપોર્ટ આવ્યા એસ.જયશંકર

By

Published : Jan 28, 2020, 8:35 PM IST

વડોદરા: મંગળવારે વિદેશ પ્રધાન એસ.જયશંકર હરણી વિમાન મથકે પહોંચ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યું કે, ભારત સરકાર ચીનની સરકાર સાથે ઉચ્ચ સ્તરીય વાટાઘાટો કરી રહી છે. વર્તમાન પરિસ્થિતિને લઈને ભારતના નાગરિકોને સલામત રીતે ભારત પરત લાવવામાં આવશે. તેમણે આશ્વાસન આપતા જણાવ્યું કે, ભારતીય નાગરિકો સલામત છે, જેની પુષ્ટિ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું કે, ચીનમાં મોટા પ્રમાણમાં ભારતીય વિધાર્થીઓ અભ્યાસ કરે છે. જેથી વહેલામાં વહેલી તકે તેમને ભારત પરત લાવવામાં આવશે.

વડોદરા એરપોર્ટ આવ્યા એસ.જયશંકર

વિદેશ પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, ચીનથી ભારતીયોને લાવવા માટે ખાસ વિમાનની વ્યવસ્થા કરવામાં આવશે અને હજૂ સુધી એક પણ ભારતીયનો કોરોના વાઈરસનો પોઝિટિવ કેસ નોંધાયો ન હોવાનું જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details