વડોદરાઃ આગામી 8મી માર્ચના રોડ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓના વિદ્યાર્થીઓ દ્વારા એક જન જાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું. 'સ્ત્રી આરંભ ભી ઔર અંત ભી'ના શીર્ષક હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા બેનરો પોસ્ટરો સાથે આ રેલી યોજાઈ હતી.
વડોદરામાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી અંતર્ગત રેલીનું આયોજન કરાયું - વિશ્વ મહિલા દિવસ
8મી માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ હેતુસર એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતેથી 'સ્ત્રી આરંભ ભી ઔર અંત ભી'ના શીર્ષક હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા બેનરો પોસ્ટરો સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિશ્વ મહિલા દિવસઃ વડોદરામાં રેલીનું આયોજન
આ રેલીમાં કોમર્સના FGS કૃપલ પટેલ, FR તનુ સીસોદીયા તથા અન્ય વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. આ રેલી કોમર્સ ફેકલ્ટીમાંથી નીકળી યુનિવર્સિટી કેમ્પસમાં ફરી હતી. શાંતિપૂર્ણ રેલીમાં બેનરો પોસ્ટરો સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ જોડાયા હતા.
Last Updated : Mar 7, 2020, 8:51 PM IST