વડોદરા -વડોદરા શહેરના કારેલીબાગ ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરના ઘનશ્યામ મહારાજના 18માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સપ્તદિનાત્મક જ્ઞાનયજ્ઞમાં ભારત સરકારના સંરક્ષણપ્રધાનરાજનાથસિંહ ઉપસ્થિત (Rajnathsinh Vadodara Visit )રહ્યા હતાં. આ કાર્યક્રમમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. બાદમાં રાજનાથસિંહે (Rajnath Sinh gave Message to the youth ) યુવાઓને સંબોધન કર્યું હતું.
આ પણ વાંચોઃ સ્વામિનારાયણ મંદિરના પાટોત્સવમાં ઉજવણીમાં PM મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ
પ્રધાનો,ધારાસભ્યો અને અનેક હોદ્દેદારોનો જમાવડો - આ ધાર્મિક કાર્યક્રમમાં મહેસૂલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી,પ્રધાન મનીષાબેન વકીલ ,ગુજરાત પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ ,ધારાસભ્ય યોગેશ પટેલ,જીતેન્દ્ર સુખડીયા, મેયર કેયૂર રોકડીયા સહિત શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિજય શાહ,ભરત ડાંગર, સ્થાઈ સમિતિ અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતાં.
સ્વામિનારાયણ મંદિરના ઘનશ્યામ મહારાજના 18માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે આ પણ વાંચોઃ ભારતની મિસાઈલ સિસ્ટમ સુરક્ષિત છે: પાકિસ્તાનમાં પડેલી મિસાઈલ પર રક્ષા પ્રધાન રાજનાથ સિંહ
યુવા સંસ્કાર અભ્યુદય શિબિરમાં સંરક્ષણપ્રધાનનું સંબોધન- કારેલીબાગ સ્વામિનારાયણ ખાતે ચાલી રહેલ 18માં પાટોત્સવમાં યુવા અભ્યુદય શિબિરમાં(Rajnathsinh in yuva abhyuday) હજારો યુવાઓને સંબોધન કરતા (Rajnathsinh Vadodara Visit ) સંરક્ષણપ્રધાન રાજનાથસિંહે કહ્યું હતું કે હું અહી 1 કલાકથી પહોચ્યો છું છતાં ખૂબ જ ઊર્જાવાન મહેસૂસ કરું છું. તો આપ છેલ્લા ત્રણ દિવસથી કેટલી ઉર્જા પ્રાપ્ત કરી હશે? ઉત્તરપ્રદેશમાં સ્વામિનારાયણ ભગવાનની જન્મભૂમિ છે જ્યારે ગુજરાતની ભૂમિ સ્વામિનારાયણ ભગવાનની કર્મ ભૂમિ છે. સાથે તેમણે યુવાઓને અનુરોધ કરતા કહ્યું કે બાહ્ય પ્રભાવ દ્વારા આપણી સંસ્કૃતિને ખતરામાં નથી મૂકવી. વ્યક્તિ પોતાના અહમને માર્યા વગર કોઈ કાર્ય સિદ્ધ કરી શકે નહીં. આસ્થા અને શ્રદ્ધાથી જીવનનું કોઈ પણ સમાધાન (Rajnath Sinh gave Message to the youth ) નીકળી શકે છે.