વડોદરા: જિલ્લા કોંગ્રેસ સમિતિ અને વાલ્મિકી સમાજ યુવા સંગઠન દ્વારા યુપીના હાથરસમાં બનેલી સામૂહિક દુષ્કર્મની ઘટનામાં મૃતક યુવતીને ન્યાય આપવા તેમજ આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માગ સાથે કેન્ડલ માર્ચ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
વડોદરા: હાથરસમાં બનેલી ઘટના બાદ યુવતીના ન્યાય માટે કોંગ્રેસનું કેન્ડલ માર્ચ કરી વિરોધ પ્રદર્શન - હાથરસની ઘટના
વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને વાલ્મિકી સમાજ યુવા સંગઠન દ્વારા શહેર નજીક ઉંડેરા રોડ ખાતે ઉત્તર પ્રદેશમાં બનેલી ઘટનાને પગલે કેન્ડલ માર્ચ યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

હાથરસ મામલો
ઉત્તર પ્રદેશના હાથરસમાં કેટલાક હેવાનો દ્વારા એક 19 વર્ષની યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેમાં યુવતીનું મોત નિપજ્યું હતું. 14 સપ્ટેમ્બરે બનેલી આ ઘટનાના 15 દિવસ બાદ યુવતીનું મોત થયું હતું. યુપીની સરકારના પેટનું પાણી હલ્યું નહીં અને શરમજનક રીતે પોલીસે મધરાત્રીએ પરીજનોની રાહ જોયા વગર જ યુવતીના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જે બાદ આખો દેશ આ યુવતી માટે ન્યાયની માગ કરી રહ્યો છે.