ગુજરાત

gujarat

ETV Bharat / city

ભારતીય રેલવેના ખાનગીકરણનો વડોદરામાં વિરોધ, કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કર્યા - ભારતીય રેલના ખાનગીકરણ મુદ્દે વિરોધ

વડોદરા: ભારતીય રેલ ખાનગીકરણ તરફ જઈ રહી છે, તેનો વિરોધ વિવિધ સંગઠનો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ખાનગી ટ્રેન તેજસના ખાનગીકરણ સંદર્ભે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા રેલ ખાનગીકારણનો વિરોધ કરવામાં આવ્યો હતો. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર સંઘ દ્વારા રેલ ખાનગીકારણનો સુત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.

Vadodara

By

Published : Oct 5, 2019, 7:25 PM IST

ભારતીય રેલ મંત્રાલયે રેલવેની તેજસ એક્સપ્રેસ ટ્રેનનો દિલ્હી, લખનૌ, અમદાવાદથી મુંબઇ અને બીજી લગભગ 12થી 15 મેઈલ એક્સપ્રેસ ટ્રેનોનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. જોકે આ ખાનગીકરણને લઈને વડોદરા રેલવે સ્ટેશન ખાતે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ એનએફઆઇઆરના વડપણ હેઠળ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.

વડોદરા રેલવે સ્ટેશન ખાતે ભારતીય રેલના ખાનગીકરણ મુદ્દે વિરોધ દર્શાવાયો

જોકે રેલવેનું ખાનગીકરણ ઉપરાંત રેલવે કોલોનીઓ પ્રોડક્શન યુનિટો તેમજ વર્કશોપનું પણ ખાનગીકરણ કરવા સામે વિરોધ કરવામાં આવ્યો હતો અને માગ કરવામાં આવી હતી કે, આ ખાનગીકરણના આદેશોને પરત લેવામાં આવે તેવી માંગ ઉચ્ચારી હતી.

ABOUT THE AUTHOR

...view details