વડોદરા: રિમાન્ડ પર રહેલા પ્રશાંતના ઘરમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે પ્રશાંતના બંગલામાં સર્ચ કરતા પાસપોર્ટ મળ્યો હતો. પ્રશાંતને કોઇ બીમારી છે કે કેમ? તે માટે તેનું મેડીકલ પરીક્ષણ પણ કરાવ્યુ હતું. જોકે મોડી રાતે છાતીમાં દુખાવો અને લોહીની ઉલ્ટીની ફરીયાદ બાદ પ્રશાંતને સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
વડોદરાનો ઢોંગી તાંત્રિક પ્રશાંત ઉપાધ્યાય ICUમાં સારવાર હેઠળ - vadodrapolice
વડોદરામાં બગલામુખી મંદિરના ઢોંગી તાંત્રિક પ્રશાંત ઉપાધ્યાય સામે તેની પૂર્વ અનુયાયીઓએ ગોત્રી પોલીસમાં 10.41 લાખ પડાવી લીધાની ફરીયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવ્યા બાદ રીમાન્ડ પર રહેલા પ્રશાંતને છાતીમાં દુખાવો થતા તેને સયાજી હોસ્પીટલ ખસેડાયો હતો.
etv bharat
હાલ પ્રશાંતને આઇ.સી.યુ.માં સારવાર હેઠળ દાખલ કરાયો છે. અગાઉ પ્રશાંતને જમનાબાઈ હોસ્પીટલમાં દાખલ થવાનો પ્લાન નિષ્ફળ ગયા બાદ પ્રશાંત સારવારના બહાને હોસ્પીટલમાં દાખલ થવાના ફીરાકમાં હતો. ત્યારે મેડીકલ પરીક્ષણ બાદ છાતીમાં દુખાવા બાબતે પ્રશાંતને સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાતા પોલીસની કામગીરી પ્રત્યે અનેક પ્રશ્નો ચર્ચામાં રહ્યા હતા.