વડોદરા : સોખડા હરિધામ તીર્થક્ષેત્રમાં ગાદી વિવાદ બાદ હવે સંત ગુણાતીત સ્વામીના મૃત્યુના (Death Of Gunatit Charan Swami) પગલે હરિધામ વિવાદોની એરણે ચડી ગયું છે. પૂજ્ય હરિપ્રસાદ સ્વામીએ સોખડા મંદિરને તીર્થક્ષેત્ર બનાવ્યું હતું. પરંતુ બે જૂથોની લડાઈમાં તીર્થક્ષેત્ર હવે કુરુક્ષેત્ર બની રહ્યું છે. તેમાં સંતના આત્મહત્યા પ્રકરણને પગલે સોખડા મંદિરનો સંત (Sokhada Haridham Temple in Controversy) સમુદાય વગોવાઈ રહ્યો છે. પરંતુ ગુનાહિત ઘટનાને ભીનું સંકેલવાની સાજીસ રચાયાની હકીકત બાદ ચર્ચા એ છે કે સાજીસ રચનાર સૂત્રધારો કોણ છે ?
આ પણ વાંચો :Gunatit Swamy suicide case: સ્વામીની આત્મહત્યા મામલે પોલીસે કરી પૂછપરછ, રહસ્ય આવ્યું બહાર
સંતોની કોલ ડિટેલ્સ અને લોકેશન પર પોલીસની નજર -સોખડામાં હરિધામ સ્વામિનારાયણ મંદિરના (Haridham Swaminarayan Temple in Sokhada) સંત ગુણાતીત સ્વામીની આત્મહત્યાને લઈને કરજણ CPI રમેશ રાઠવાએ તપાસને વેગ આપી છ જેટલા સાધુઓનું નિવેદન લીધું હતું. તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગુનાહિત કૃત્યના મૂળ સુધી મથામણ શરૂ કરી છે. જોકે પોલીસ વિસેરા અને FSLના રિપોર્ટની રાહ જોઈ રહી છે. પોલીસ તપાસમાં મંદિરના જવાબદારોની બેદરકારી બહાર આવશે તો તેની સામે ગુનો નોંધી કાર્યવાહી પણ કરાશે તેવું જાણવા મળ્યું છે. આત્મહત્યાના નિવેદનોમાં કેટલાક સાધુ-સંતોના નિવેદનો ખૂબ જ ગૂંચવાયેલા લાગી રહ્યા છે.