વડોદરા: વડોદરા શહેરના વિદ્યાર્થીએે એક જ દિવસમાં 21 પેટન્ટ ફાઇલ કરવા માટે ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી વડોદરાનું (Patent File Record in Vadodara ) ગૌરવ વધાર્યું છે. વડોદરામાં રહેતા અને આણંદ ખાતે લો કોલેજમાં વિદ્યાભ્યાસ કરતા મૌલેશ પરીખે એક જ દિવસમાં 21 પેટન્ટ (India Book of Records for filing 21 patents ) ફાઇલ કરી છે. જેની સાથે જ તમામના રેકોર્ડબ્રેક કરી ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવવાની સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને પરિવારની સાથે સાથે સમગ્ર રાજ્યના ગૌરવમાં વધારો કર્યો છે.
આ પણ વાંચોઃ યુરોપિયન દેશોમાં Environmental Electricity મળશે : આ પ્રોજેકટમાં Gujaratis સિંહફાળો આપી રહ્યાં છે
12 પેટન્ટનો રેકોર્ડ તોડ્યો
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર રહેતો મૌલેશ પરીખ હાલ આણંદ ખાતે આવેલી લો કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે. વિદ્યાભ્યાસની સાથે સાથે તેની આવડતનો ઉપયોગ કરી એન્જીનિયરિંગ અને મિકેનિકલ સહિતની વિવિધ પેટન્ટ બનાવી હતી. અગાઉ ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં એક જ દિવસમાં એ 12 પેટન્ટ ફાઇલ થઇ હોવાનો રેકોર્ડ (Patent File Record in Vadodara ) હતો, જે મૌલેશે તોડ્યો છે.