- કોરોના નિયમો અંતર્ગત માસ્ક દંડ વસુલતી વડોદરા પોલીસ
- માસ્ક દંડ વસુલાત બાબતે ખંડેરાવ માર્કેટના વેપારીઓમા રોષ
- મહામારી સમયે ગુજરાન ચલાવવા કમાણી કરતા વેપારીઓ પર બમણો માર
વડોદરાઃ હાલમાં કોરોનાની મહામારીએ સમગ્ર દેશ અને રાજયને પોતોના ભરડામાં લીધા છે ત્યારે વડોદરા શહેર પણ કોરોનાના સકંજામાં આવ્યુ છે. જેને લઇને શહેરીજનોમાં ફફડાટ વ્યાપ્યો છે જ્યારે બીજી તરફ તંત્ર કોરોનાના નિયમો અંતર્ગત માસ્ક માટે દંડ ફટકારી રહી છે. પરંતુ આ દંડની કાર્યવાહી યોગ્ય રીતે કરવામાં નથી આવતી. એવું લાગી રહ્યુ છે કે પોલીસ પોતાને આપવામાં આવતા ટાર્ગેટને પૂર્ણ કરવા માટે આડેધડ રીતે દંડની કાર્યવાહી કરી રહી છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 7,727 દર્દીઓએ કોરોનાને આપી માત
શહેરના ખંડેરાવમાર્કેટના વેપારીઓ દ્વારા તંત્ર સામે આક્રોશ
સોમવારે શહેરના ખંડેરાવમાર્કેટ ખાતે આવેલા શાકમાર્કેટમાં ગરમીને કારણે પાણી પીવા માટે માસ્ક નીચે કરનારા કર્મચારીને પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો. આથી વેપારીઓ દ્વારા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વેપારીઓના જણાવ્યા અનુસાર શાકમાર્કેટમાં લોકો આવતા નથી માલ તથા કર્મચારીઓનો પગાર, ખર્ચ, ટ્રાન્પોર્ટેશનનો ખર્ચ કાઢવામાં પણ મુશ્કેલી પડે છે.
આ પણ વાંચોઃમહીસાગરમાં એક સપ્તાહમાં 755 વ્યકિતઓ પાસેથી 7.55 લાખનો માસ્કનો દંડ વસૂલાયો
વેપારીઓ ચા-પાણી પીવા માટે માસ્ક ઉતારતા દંડ ફટકારતા પોલીસ સામે રોષ
ઉનાળાની આકરી ગરમીમાં વેપારીઓ વહેલી સવારે પાંચ વાગ્યાથી માર્કેટમાં આવી જતા હોય છે. આથી માર્કેટમાં વેપાર કરતા વેપારીઓ અને કર્મચારીઓ ગરમીમાં ચા-પાણી પીવા માટે પણ જો માસ્ક નીચે કરે તો તરત જ પોલીસ ફોટો પાડી એક હજાર રૂપિયાનો દંડ કરે છે. આ કેટલું યોગ્ય ગણાય..? બીજી તરફ લઘુમતી વિસ્તારમાં ખુલ્લેઆમ માસ્ક વગર, સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવતા ન હોવા છતાં પણ તેઓ સામે દંડ ફટકારતા તંત્ર ખચકાય છે. આથી માર્કેટના વેપારીઓ દ્વારા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.