ગુજરાત

gujarat

ETV Bharat / city

Organ Donation in Vadodara: 37 વર્ષીય મહિલાનું મૃત્યુ થતા પરિવાર દ્વારા કરાયું અંગ દાન - વડોદરામાં અંગદાનથી લોકોનું નવું જીવન મળ્યું

વડોદરામાં ભાઈલાલ અમીન હોસ્પિટલમાં (Organ donation at Bhailal Amin Hospital) 37 વર્ષીય ધૃણાલી રાકેશ પટેલ સારવાર માટે લાવવામાં આવ્યા (Organ Donation in Vadodara) હતા, તે દરમિયાન તેમનું બ્રેઈન સ્ટ્રોકના કારણે મૃત્યુ થયું હતું, ત્યારબાદ તેમના પરિવાર દ્વારા તેમના અંગોનું દાન કરીને 5 લોકોને નવ જીવન આપ્યું હતું.

Organ Donation in Vadodara: વડોદરામાં 37 વર્ષીય મહિલાના અંગનું કરાયું દાન, 5 વ્યક્તિને નવું જીવન મળ્યું
Organ Donation in Vadodara: વડોદરામાં 37 વર્ષીય મહિલાના અંગનું કરાયું દાન, 5 વ્યક્તિને નવું જીવન મળ્યું

By

Published : Jan 7, 2022, 10:35 AM IST

Updated : Jan 7, 2022, 11:57 AM IST

વડોદરાઃ શહેરમાં ગોરવા રોડ (Organ Donation in Vadodara) વિસ્તારમાં આવેલા ભાઈલાલ અમીન હોસ્પિટલમાં (Organ donation at Bhailal Amin Hospital) 37 વર્ષીય ધૃણાલી રાકેશ પટેલને સારવાર માટે લાવવામાં આવ્યાં હતાં. અહીં બ્રેઈન સ્ટ્રોકના કારણે તેમનું તેમનું મૃત્યુ થયું હતું, ત્યારબાદ તેમના પરિવારે તેમના અંગનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો, તો તેમના અંગદાનથી 5 લોકોને નવું જીવન મળ્યું છે.

ભાઈલાલ અમીન હોસ્પિટલમાં દાખલ 37 વર્ષીય યુવતીના ઓર્ગન ડોનેટ કરવામાં આવ્યા

આ પણ વાંચોઃOrgan donation in Gujarat:કોરોના કાળ વચ્ચે સિવિલ હોસ્પિટલમાં એક વર્ષમાં 25 અંગદાનમાં મળેલા 86 અંગો દ્વારા 72 લોકોનું જીવન સુધર્યું

આ પણ વાંચોઃBlood Donation Camp in Valsad: ધરમપુરમાં એક સાથે 25 લોકોએ દેહદાન અને અંગદાનનો સંકલ્પ કરી રચ્યો ઈતિહાસ

ધૃણાલીની તબિયત કથળતા તેમનો MRI કરવામાં આવ્યો હતો

વાસણા ખાતે રહેતા ધૃણાલી રાકેશ પટેલને 4 જાન્યુઆરીએ અચાનક ઊલટીઓ થતાં પરિવારજનો વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલ ખાતે સારવાર અર્થે (Organ donation at Bhailal Amin Hospital) લાવ્યાં હતાં. હોસ્પિટલના તબીબો દ્વારા તેમની સઘન સારવાર ચાલી રહી હતી, પરંતુ બ્લડ પ્લેટલેટમાં સતત થઈ રહેલા ઘટાડાના કારણે તેમની હાલત કથળી રહી હતી. ધૃણાલીની તબિયત કથળતા તેમનો MRI કરવામાં આવ્યો હતો, જેમાં બ્રેનસ્ટેમમાં બ્લિડિંગ, જેને એક્યૂટ પ્રોગ્રેસિવ બ્રેઈન સ્ટેમ ઈન્ફ્રેક્ટ નામની બીમારીનું નિદાન થયું હતું, જેની સારવાર નહીં બરાબર છે. આથી તેમને બ્રેઈન ડેડ જાહેર (Organ donation of a brain dead woman in Vadodara) કરવામાં આવ્યા હતા.

મૃતક મહિલાના પરિવારે અંગદાન અંગેની સમગ્ર પ્રક્રિયાની માહિતી મેળવી

આ સમાચાર બાદ ધૃણાલીબેનના પતિ અને સગાવાલાને હોસ્પિટલ સતાધીશોને અંગદાનની શક્યતાઓ વિશે પૂછતાં હોસ્પિટલ (Organ donation at Bhailal Amin Hospital) દ્વારા ગુજરાત સરકારના નિયુક્ત અધિકારીઓને બોલાવી અંગદાન અંગે સંપૂર્ણ પ્રક્રિયા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા, જેમાં 2 કિડની, લિવર, ફેફસાં અને હૃદયનું દાન થઈ શકશે તેવા રિપોર્ટ આવ્યા હતા. આને લઈને આજે બપોરે ધૃણાલીબેનના લિવર, કિડની, હૃદય અને ફેફસાંને શસ્ત્રક્રિયા થકી કાઢી પોલીસ પેટ્રોલિંગ હેથળ એરપોર્ટથી વિશેષ ફ્લાઈટ વડે ફરીદાબાદ અને ચેન્નાઇ ખાતે અવયવો ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા પહોચાડવા માટે આવ્યા હતા.

Last Updated : Jan 7, 2022, 11:57 AM IST

ABOUT THE AUTHOR

...view details