- પીપળીયા ગામ પાસે આવેલી ધીરજ હોસ્પિટલ પાસે થયેલા અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા
- અકસ્માતમાં વડોદરાની સિટી બસની અડફેટે રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત નીપજ્યું હતું
- પોલીસે આ બનાવમાં બસ ચાલકની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે
વડોદરા: વાઘોડિયાથી પ્રવાસીઓને લઇને એક સીટી બસ વડોદરા તરફ આવી રહી હતી, તે દરમિયાન પીપળીયા ગામ પાસે આવેલી ધીરજ હોસ્પિટલ પાસે રોડ ક્રોસ કરી રહેલા વ્યક્તિનું બસની અડફેટે આવી જતાં સ્થળ પર જ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના હોસ્પિટલના ગેટ પાસે લગાવેલા CCTV કેમેરામાં કેદ થઇ ગઇ હતી.
આ પણ વાંચો- ગીર સોમનાથના કોડીનાર દેવળી(દેદાજી) ગામના ખેડૂતનું માર્ગ અકસ્માતમાં મોત
મોબાઇલ ફોન પર વાત કરતા-કરતા વ્યક્તિ રોડ ક્રોસ કરતો હતો
CCTV ફૂટેજ જોતા અકસ્માત(accident)માં મોતને ભેટેલા વ્યક્તિ મોબાઇલ ફોન પર વાત કરતા-કરતા રોડ ક્રોસ કરી રહ્યો હતો. મોબાઇલ ફોન પર વાત કરી રહેલો વ્યક્તિ ફોનમાં એટલો વ્યસ્ત હતો કે, બસનો અવાજ સાંભળ્યા વગર રોડ ક્રોસ કરી રહ્યો હતો. મોબાઇલ ફોન પર વાત કરવામાં વ્યસ્ત વ્યક્તિનું બસની નીચે આવી જતા સ્થળ પર મોત નીપજ્યું હતું.