કોંગ્રેસના કોર્પોરેટર ચિરાગ ઝવેરીએ પાણી મુદ્દે કમિશ્નર કચેરીમાં બેસી આક્રોશ ઠાલવ્યો હતો. મ્યુનિસિપલ કમિશ્નરની ઓફિસની બહાર ફ્લોર પર બેસીને નગર સેવકે વિરોધ કર્યો હતો. પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં છેલ્લા દસ મહિનાથી પીવાના પાણીની સમસ્યા છે.
પાણી મુદ્દે અનોખો વિરોધ, કમિશ્નરની ઓફિસમાં જમીન પર બેસી વિરોધ કર્યો - પીવાના પાણીની સમસ્યા યથાવત
વડોદરા: શહેરમાં દૂષિત પાણીની સમસ્યાને કારણે કોર્પોરેશનમાં કોંગ્રેસ કોર્પોરેટર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પૂર્વ કોંગ્રેસ વિપક્ષ નેતા ચિરાગ ઝવેરી દ્વારા જમીન પર બેસીને રોષ પ્રગટ કરાયો હતો.
રવિવારે પણ પૂર્વ વિસ્તાર અને દક્ષિણ વિસ્તારની 300 સોસાયટીઓ પીવાના પાણીને મામાલે રસ્તા પર બેસી ગઇ હતી. તાજેતરમાં ચોમાસાનો 100 ટકા કરતાં વધુ વરસાદ પડી ચૂક્યો છે, પરંતુ લોકોની પીવાના પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી.
તહેવારો નજીક છે તેમ છતાં લોકોને પાણી પૂરું પાડવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. શહેરીજનોને હજૂ પણ પાણી માટે વલખાં મારવાં પડે છે. અને તેને લઈને આજે કોંગ્રેસના કોર્પોરેટર પાણી આપવાની માગ સાથે કમિશ્નર ઓફિસની બહાર બેસી ગયા હતા. કમિશ્નરે મુદ્દાને ગંભીરતાથી લીધો અને યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું.