- નર્સિંગ સ્ટાફના પડતર પ્રશ્નોની માંગણી સંદર્ભે સુપ્રિટેન્ડન્ટ ઓફીસ બહાર વિરોધ પ્રદર્શન
- નર્સિંગ સ્ટાફે કેન્દ્ર સરકાર પ્રમાણે પગાર, સ્ટાઈપેન્ડ સહિત વળતર આપવા માંગણી
- આગામી 18 મી તારીખે સંપૂર્ણ કામગીરીથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી
વડોદરા: આંતરરાષ્ટ્રીય નર્સિંસ દિવસે રાજ્યભરની સરકારી હોસ્પિટલોમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફે કેન્દ્ર સરકારના નર્સિંસોને મળતા લાભો આપવાની માંગણી સાથે બુધવારથી આંદોલન શરૂ કર્યું છે. છેલ્લા 14 માસથી કોવિડમાં ફરજ નિભાવી રહ્યા હોવા છતાં પગાર, સ્ટાઈપેન્ડ સહિતના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા વડોદરાની SSG હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ઓફિસ ખાતે નર્સિંગ સ્ટાફે કાળી પટ્ટી પહેરી બેનરો, પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આગામી 18મી તારીખે દર્દીઓની સારવારની સંપૂર્ણ કામગીરીથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી હતી.
આંતરરાષ્ટ્રીય નર્સિંસ દિવસે જ SSG હોસ્પિટલના નર્સિંગ સ્ટાફનું સરકાર સામે વિરોધ પ્રદર્શન આ પણ વાંચો:વડનગર GMERSનો તબીબ અને નર્સિંગ સ્ટાફ 14 જેટલી પડતર માગણીઓને લઈ હડતાલ પર ઉતર્યો
નર્સિંગ સ્ટાફ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ
યુનાઈટેડ નર્સિંસ ફોરમના પ્રમુખ દીપકમલ વ્યાસે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય નર્સિંસ દિવસ નિમિત્તે રાજ્યના સમગ્ર નર્સિંસએ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. કારણ કે, છેલ્લા 14 માસ ઉપરાંત અમે કોવિડમાં ફરજ બજાવતા હોવા છતાં સરકાર દ્વારા અમારા એક પણ પ્રશ્નો સાંભળવામાં આવ્યા નથી. અમોએ વિવિધ મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપ્યા છે. જેમાં, કેન્દ્ર પ્રમાણેનું પગારધોરણ મળવું જોઈએ તેવી માંગ પણ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના નર્સિંસ જેવો જ અભ્યાસ અમે પણ કર્યો છે અને એવી જ ફરજો અમે અહીં બજાવી રહ્યા છે. છતાં પણ, કેન્દ્ર પ્રમાણે એલાઉન્સ આપવામાં આવતા નથી.
આંતરરાષ્ટ્રીય નર્સિંસ દિવસે જ SSG હોસ્પિટલના નર્સિંગ સ્ટાફનું સરકાર સામે વિરોધ પ્રદર્શન સ્ટાઇપેન્ડ આપવામાં રાજ્ય સરકારે નજરઅંદાજ કર્યા
આ બાબતે દીપકમલ વ્યાસે જણાવ્યું હતું કે, અમારા નર્સિંસ સ્ટુડન્ટસને આ વખતે સ્ટાઇપેન્ડ આપવામાં રાજ્ય સરકારે નજરઅંદાજ કર્યા છે. આમ, મેડિકલ ડેન્ટલ, ફિઝિયોથેરાપી, આયુર્વેદિક, હોમિયોપેથીક બધાના સ્ટાઇપેન્ડ વધાર્યા છે.પરંતુ, નર્સિંસના સ્ટુડન્ટનોના સ્ટાઈપેન્ડમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. અભ્યાસુ નર્સિંસ હોવા છતાં અહીં આવવા તૈયાર નથી. કારણ કે, શોષણભરી નીતિથી નર્સો કંટાળ્યા છે. છેલ્લા એક વર્ષથી રજૂઆત કરતા કરતાં ત્રાસી ગયા છે અને અમારા પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતાં અંતે અમારે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે.
આંતરરાષ્ટ્રીય નર્સિંસ દિવસે જ SSG હોસ્પિટલના નર્સિંગ સ્ટાફનું સરકાર સામે વિરોધ પ્રદર્શન આ પણ વાંચો:જામનગરમાં જી. જી. હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ તારીખ 12થી કાળીપટ્ટી ધારણ કરી ફરજ બજાવશે
17 તારીખ સુધી કાળી પટ્ટી પહેરી ફરજ ચાલુ રાખીશું
વધુમાં વ્યાસે જણાવ્યું હતું કે, આજે ધરણાં સાથે કાળી પટ્ટી પહેરી વિરોધ પ્રદર્શન કર્યું છે અને આગામી 17 તારીખ સુધી કાળી પટ્ટી પહેરી ફરજ ચાલુ રાખીશું. આ સાથે આગામી 18મી તારીખે એક દિવસ માટે દર્દીઓની સારવાર કરવાથી અળગા રહીશું. રાજ્ય સરકાર કોઈ સંતોષકારક નિર્ણય નહીં આપે તો અમે સમગ્ર ગુજરાતની કોર કમિટીની બેઠક કરશુ.
આંતરરાષ્ટ્રીય નર્સિંસ દિવસે જ SSG હોસ્પિટલના નર્સિંગ સ્ટાફનું સરકાર સામે વિરોધ પ્રદર્શન કેન્દ્રની નર્સિંગની બહેનોને જેમ જ વળતરની માંગ
હોસ્પિટલના નર્સિંસ હેડ અવંતિકા પટેલે જણાવ્યું હતું કે, અમારી માંગણીઓ છે કે, કેન્દ્રની નર્સિંગની બહેનોને જે પ્રમાણે વળતર મળી રહ્યું છે તે જ પ્રમાણે રાજ્ય સરકારની નર્સિંગની બહેનોને પણ મળવું જોઈએ.અમે પણ નર્સિંગની બહેનો છે અને કેન્દ્રની નર્સિંગની બહેનો પ્રમાણે જ કામ કરીએ છીએ. અમને જે ઉચ્ચતર પગારધોરણ 9,18 અને 21 અત્યારે મળે છે. તેની જગ્યાએ અમને 10,20 અને 30 એ પ્રમાણે મળે તો વધારે સારું એ અમારી પહેલી માંગ છે. બીજું કે અમારું જે નર્સિંગ એલાઉન્સ છે તેમાં હાલમાં અમને 1,000 રૂપિયા મળે છે પરંતુ, અમને 9,600 મળવા જોઈએ અને 4,200 પ્રમાણેનું ગ્રેડ પે થવું જોઈએ.