ગુજરાત

gujarat

By

Published : Oct 9, 2020, 11:08 PM IST

ETV Bharat / city

વડોદરાઃ શાળા-કોલેજોની ફી મુદ્દે NSUIએ થાળી અને વેલણ વગાડી કર્યો વિરોધ

વડોદરામાં શાળા કોલેજોની ફી મુદ્દે વાલીઓ આક્રમક મૂડમાં છે. ત્યારે સંપૂર્ણ સત્રની ફી માફીની માંગ સાથે શુક્રવારે વડોદરા NSUIએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે થાળી વેલણ વગાડી વિરોધ નોધાવ્યો હતો.

શાળા-કોલેજોની ફી મુદ્દે  NSUIએ થાળી અને વેલણ વગાડી કર્યો વિરોધ
શાળા-કોલેજોની ફી મુદ્દે NSUIએ થાળી અને વેલણ વગાડી કર્યો વિરોધ

વડોદરાઃ રાજ્યમાં ફી વિવાદ વકરી રહ્યો છે. સરકાર દ્વારા કરવામાં આવેલી 25 ટકા ફી માફીની જાહેરાતને વાલી મંડળે ફગાવી સંપૂર્ણ સત્રની ફી માફ થાય તેવી માંગ કરી છે. વાલી મંડળોએ સરકારની આંખ અને કાન ખુલે તે માટે હવે રાજ્ય સરકાર સામે બાંયો ચઢાવી છે. વડોદરા NSUI એ શુક્રવારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે થાળી વેલણ વગાડી વિરોધ નોધાવ્યો હતો. NSUI પ્રમુખ વ્રજ પટેલની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ થાળી, વેલણ વગાડી વિરોધ નોંધાવ્યો હતો. કલેક્ટર કચેરી બહાર બેસીને સરકાર ફી માફીનો જલ્દી નિર્ણય કરે તેવી માંગ કરી હતી.

શાળા-કોલેજોની ફી મુદ્દે NSUIએ થાળી અને વેલણ વગાડી કર્યો વિરોધ

આ અંગે NSUI પ્રમુખ વ્રજ પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જે 25 ટકા ફી માફીની વાત કરવામાં આવી છે. તે એક લોલી પોપ સમાન છે, વિદ્યાર્થીઓ અને વાલીઓની એક જ માંગ છે કે, એક સત્રની સંપૂર્ણ ફી માફ થવી જોઈએ. આજે સમગ્ર ગુજરાતમાં વિરોધનું વંટોળ ઉભું થયું છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, વાલી મંડળો આવેદનપત્ર આપી રહ્યા છે. આજે અમે ભેગા થઈને એક જ માંગ કરી છે કે, ભારતના ભવિષ્ય સાથે કોઈ પણ ચેડાં કરવામાં ન આવે આર્થિક સ્થિતિથી વાલીઓ અને વિદ્યાર્થીઓ ઝઝૂમી રહ્યા છે. ત્યારે વાલીઓને એક સત્રની ફી માફી મળવી જ જોઈએ અને આ સરકારને જગાડવા માટે આજે થાળી, વાટકી વગાડીને જગાડવાનો પ્રયાસ કર્યો છે અને જ્યાં સુધી ફી માફ નહીં કરવામાં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓના પ્રશ્ને આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

ABOUT THE AUTHOR

...view details