ગુજરાત

gujarat

ETV Bharat / city

NIRF Ranking 2022 : નેશનલ ઈન્સ્ટિટયુશન રેન્કિંગમાં MS યુનિવર્સિટીનો કંગાળ દેખાવ - MS University Ranking

કેન્દ્ર સરકારના શિક્ષા મંત્રાલયનું નેશનલ ઈન્સ્ટિટયુશન રેન્કિંગ 2022 (National Institution Ranking 2022) જાહેર થયું છે. ફ્રેમવર્કના ભાગરુપે ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓનું 2022નું દેશવ્યાપી રેન્કિંગ (NIRF Ranking 2022) જાહેર કર્યુ છે તેમાં નેશનલ રેન્કિંગમાં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ (Maharaja Sayajirao University of Vadodara) કંગાળ દેખાવ કર્યો છે. એમએસ યુનિવર્સિટી રેન્કિંગની વાત તો દૂર ઓવરઓલ રેન્કિંગમાં ટોપ-100માં પણ સ્થાન મેળવી શકી નથી.

NIRF Ranking 2022 : નેશનલ ઈન્સ્ટિટયુશન રેન્કિંગમાં MS યુનિવર્સિટીનો કંગાળ દેખાવ
NIRF Ranking 2022 : નેશનલ ઈન્સ્ટિટયુશન રેન્કિંગમાં MS યુનિવર્સિટીનો કંગાળ દેખાવ

By

Published : Jul 16, 2022, 6:35 PM IST

વડોદરા - પ્રતિષ્ઠિત એમએસ યુનિવર્સિટીને ઓવરઓલ રેન્કિંગમાં ગયા વર્ષે 101થી 150ની વચ્ચે સ્થાન મળ્યું હતું. પણ આ વર્ષે તો વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (Maharaja Sayajirao University of Vadodara) ઓવરઓલ રેન્કિંગમાં 151થી 200માં (MS University in National Institution Ranking ) રહી છે. જ્યારે યુનિવર્સિટીઓની કેટેગરીમાં એમ.એસ.યુનિવર્સિટીને ગયા વર્ષે દેશમાં 90મો ક્રમ મળ્યો હતો. આ વર્ષે એમ.એસ.યુનિવર્સિટી ટોપ-100માંથી ફેંકાઈ ગઈ છે અને તેને યુનિવર્સિટી કેટેગરીમાં 101થી 150માં સ્થાન (NIRF Ranking 2022)મળ્યું છે.

રેન્કિંગમાં આ મુદ્દો અસર કરી ગયો - નેશનલ ઈન્સ્ટિટયુશન રેન્કિંગ ફ્રેમવર્કમાં (NIRF Ranking 2022) નેશનલ રેન્કિંગમાં ટીચિંગ એન્ડ લર્નિગ રિસોર્સિસ, રીસર્ચ પ્રોફેશનલ પ્રેક્ટિસ, ગ્રેજ્યુએશન આઉટકમ, આઉટરીચ એન્ડ ઈન્ક્લુઝિવીટી તેમજ પીઅર પર્સેેપ્શન એમ પાંચ પાસાંઓને ગણતરીમાં લેવામાં આવતા હોય છે. રીસર્ચ ક્ષેત્રે યુનિવર્સિટીનો દેખાવ એમ પણ કંગાળ રહ્યો હોવાથી આ વર્ષે પણ રેન્કિંગમાં આ મુદ્દો યુનિવર્સિટીને (MS University Ranking ) અસર કરી ગયો હોવાનું મનાઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ Smart City In India 2022: સુરત શહેરની વધુ એક સિદ્ધિ, ડાયનેમિક રેન્કિંગમાં દેશના 100 સ્માર્ટ સિટીમાં મેળવ્યો પહેલો ક્રમ

ગુજરાત યુનિવર્સિટી આગળ નીકળી ગઇ - નેશનલ રેન્કિંગની (NIRF Ranking 2022) ઓવરઓલ રેન્કિંગની કેટેગરીમાં ગુજરાતમાંથી આઈઆઈટી ગાંધીનગર 37માં સ્થાને, અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી 73માં સ્થાને રહી છે. જ્યારે યુનિવર્સિટી રેન્કિંગની (National Institution Ranking 2022) કેટેગરીમાં ગુજરાત યુનિવર્સિટીને દેશમાં 58મો ક્રમ મળ્યો છે. આમ ગુજરાત યુનિવર્સિટી નેશનલ રેન્કિંગમાં ફરી એમએસ યુનિવર્સિટીની ફાર્મસી ફેકલ્ટી (MS University Ranking ) કરતા આગળ નીકળી ગઈ છે.

આ પણ વાંચોઃ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ICCRના લિસ્ટમાં થઈ સામેલ, અહીં હવે વિદેશના વિદ્યાર્થીઓ પણ સંસ્કૃત ભણશે

ફાર્મસી ફેકલ્ટીનો દેખાવ આશ્વાસન આપનારો - ફાર્મસી કોલેજની કેટેગરીમાં એમએસ યુનિવર્સિટીની ફાર્મસી ફેકલ્ટીને (Faculty of Pharmacy of MS University) દેશમાં 16મું સ્થાન મળ્યું છે.ગયા વર્ષે ફાર્મસી ફેકલ્ટીને 24મો ક્રમ મળ્યો હતો. આમ યુનિવર્સિટી માટે ફાર્મસી ફેકલ્ટીનો દેખાવ આશ્વાસન આપનારો રહ્યો છે. જ્યારે એન્જિનિયરિંગ કેટેગરીમાં એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટી પાછળ ધકેલાઈ છે. દર વર્ષે રેન્કિંગમાં ટેકનોલોજી ફેકલ્ટી પાછળને પાછળ ફેંકાતી જાય છે. આ વર્ષે ટેકનોલોજી ફેકલ્ટીને દેશમાં 149મો ક્રમ મળ્યો છે, જ્યારે ગયા વર્ષે ટેકનોલોજી ફેકલ્ટીને 116મો ક્રમ મળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details