ગુજરાત

gujarat

ETV Bharat / city

નવાપુરામાં પોલીસે બુટલેગરના જન્મ દિવસ નિમીતે દારૂની મહેફિલ માણતા નબીરાઓને ઝડપ્યા - Raid by Navapura Police

ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતા વારંવાર દારૂનો જથ્થો ઝડપાઈ રહ્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ગઈકાલે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન વડોદરાના નવાપુરા પોલીસે 9 જેટલા નબીરાઓને દારૂની મહેફિલ માણતા પકડી (Navapura police nabbed nine accused ) પાડવામાં આવ્યા છે. પોલીસ અધિકારીને બાતમી મળી હતી કે વેરાઈ માતા ચોક ગુરુદ્વારા પાસે નેચરલ આઈસક્રીમની બાજુમાં વિશ્વા કેલા સપ્લાયર નામની દુકાનમાં કેટલાક શખ્સો ભેગા મળી દારૂની મહેફિલ માણી રહ્યા છે. રાત્રે પોલીસ દ્વારા રેડ પાડતા અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો.

નવાપુરામાં પોલીસે બુટલેગરના જન્મ દિવસ નિમીતે દારૂની મહેફિલ માણતા નબીરાઓને ઝડપ્યા
નવાપુરામાં પોલીસે બુટલેગરના જન્મ દિવસ નિમીતે દારૂની મહેફિલ માણતા નબીરાઓને ઝડપ્યા

By

Published : Oct 17, 2022, 3:43 PM IST

વડોદરાગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળો પર હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાંથી છાશવારે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાઈ રહ્યા છે. તો બીજી બાજુ દારૂની મહેફિલ માણતા હોવાના વિડીયો સામે આવી રહ્યા છે. જોકે, આ ઘટનાઓને લઈને ગુજરાત પોલીસ દ્વારા કામગીરી (Gujarat Police Night Patrolling) કરવામાં આવી રહી છે. તેમ છતાં ગઈકાલે રાત્રે પેટ્રોલિંગદરમિયાન વડોદરાના નવાપુરા પોલીસ (Navapura Police of Vadodara) દ્વારા 9 જેટલા નબીરાઓને દારૂની મહેફિલ માણતા પકડી પાડવામાં આવ્યા છે.

નવાપુરા પોલીસ દ્વારા બાતમીમાં જણાવેલી હકીકતને આધારે સદર જગ્યાએ સ્ટાફના માણસો સાથે રેડ કરી હતી.

શખ્સો ભેગા મળી દારૂની મહેફિલવારંવાર દારૂની હેરાફેરીને લઈને પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. ત્યારે ગઈકાલે વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ પણ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, પોલીસ અધિકારીને બાતમી મળી હતી કે, વેરાઈ માતા ચોક ગુરુદ્વારા પાસે (Vadodara Verai Mata Chowk Gurdwara) નેચરલ આઈસક્રીમની બાજુમાં વિશ્વા કેલા સપ્લાયર નામની દુકાનમાં કેટલાક શખ્સો ભેગા મળી દારૂની મહેફિલ માણી રહ્યા છે. જે બાદ નવાપુરા પોલીસ દ્વારા બાતમીમાં જણાવેલી હકીકતને આધારે સદર જગ્યાએ સ્ટાફના માણસો સાથે રેડ કરી હતી.

વેરાઈ માતા ચોક ગુરુદ્વારા પાસે નેચરલ આઈસક્રીમની બાજુમાં વિશ્વા કેલા સપ્લાયર નામની દુકાનમાં કેટલાક શખ્સો ભેગા મળી દારૂની મહેફિલ માણી હતા

રાત્રે પોલીસે રેડ પાડી 9 શખ્સોને ઝડપાયા નવાપુરા પોલીસ દ્વારા રેડ (Raid by Navapura Police) પાડતા જગ્યા પર કુલ 9 શખ્સો દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા હતા. મોડી રાત્રે પોલીસ દ્વારા રેડ પાડતા અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો. બાતમીની હકીકતની ચોકસાઈ કરવા રેડ પાડવામાં આવતા 9 શખ્સો ઝડપાયા હતા. જે બાદ તમામ લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બિન સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મહેફિલ બુટલેગર કનુની બર્થડે નિમિત્તે રાખવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details