વડોદરા : 106 વર્ષના દોડ વીરાંગના રમાબાઈ હાલમાં પહેલીવાર યોજાયેલી ભારતીય રાષ્ટ્રીય ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં (Indian National Open Athletics Championships)રમવા માટે માંજલપુરના સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે આવ્યા છે. 100 મીટરની દોડમાં તેમના સુવર્ણ ચંદ્રક વિજેતા દેખાવથી આશ્ચર્યચકિત અને અભિભૂત થઈ ગયેલા ખેલ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ (Sports Minister Harsh Sanghvi ) આદરભાવ સાથે તેમનું અભિવાદન કર્યું હતું. તેમણે વડીલ ખેલાડીઓનું અભિવાદન કરતાં સહુ માટે આદરની લાગણી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો -દાદીનો દમ : આ 90 વર્ષીય દાદી એ રીતે કરે છે કાર ડ્રાઇવિંગ કે ભલભલા ચોંકી જાય છે, જૂઓ વીડિયો...
એકજ પરિવારના સભ્યો ખેલપ્રેમી -આ પહેલી (Indian National Open Athletics Championships )રાષ્ટ્રીય સ્પર્ધામાં 35+ વયના 1,440 જેટલા વડીલ રમતવીરો યુવાનો જેવા ઉત્સાહ સાથે દેશભરમાંથી ભાગ લઈ રહ્યાં છે. એક દાદીમા અને તેમના વડીલ પૌત્રી સ્પર્ધામાં ભાગ લઈ રહ્યાં છે. હરિયાણાના ચરખી દાદરીના રમાબાઇએ 100 મીટર દોડમાં ઉતરીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. તેઓ છેલ્લા એક વર્ષથી સતત દોડી રહ્યાં છે અને ખૂબ ઉત્સાહ સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં તેમણે ભાગ લીધો છે. તેમની જ પ્રપૌત્રી શર્મિલા સાંગવાન 3000 મીટરની ચાલમાં તૃતીય ક્રમે વિજેતા બન્યા હતાં. તેઓ પોતાની દાદીમા સાથે ભાગ લેવાને લઈને ખૂબ રોમાંચિત હતાં. તેમણે કહ્યું કે મારા દાદીમા સૌ માટે પ્રેરણાનો સ્ત્રોત છે અને અમારું રમતપ્રેમી પરિવાર દેશભરમાં યોજાતી રમત હરીફાઈમાં ભાગ લે છે.