ગુજરાત

gujarat

MS University Senate Election 2021: એમ.એસ. યુનિવર્સીટીના ઇતિહાસમાં પહેલી વખત ભાજપ વિરુદ્ધ ભાજપનો જંગ

By

Published : Dec 19, 2021, 7:49 PM IST

એમ.એસ. યુનિવર્સીટીની સેનેટની ચૂંટણી (MS University Senate Election 2021 )ના મહાસંગ્રામમાં આજે રજીસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરીની 9 ફેકલ્ટીની બેઠક માટે મતદાન થયું હતુ. વડોદરાના ઇતિહાસમાં પહેલી વખત ભાજપ કાર્યાલય ખાતેથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. તો આ વખતની સેનેટની ચૂંટણીનો જંગ ભાજપ વિરુદ્ધ ભાજપનો જ બની ગયો છે. જેનું આવતીકાલે પરિણામ જાહેર થશે.

MS University Senate Election 2021: એમ.એસ. યુનિવર્સીટીના ઇતિહાસમાં પહેલી વખત ભાજપ વિરુદ્ધ ભાજપનો જંગ
MS University Senate Election 2021: એમ.એસ. યુનિવર્સીટીના ઇતિહાસમાં પહેલી વખત ભાજપ વિરુદ્ધ ભાજપનો જંગ

વડોદરા:એમ.એસ. યુનિવર્સીટીની સેનેટની ચૂંટણી (MS University Senate Election 2021 )ના મહાસંગ્રામમાં આજે રજીસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરીની 9 ફેકલ્ટીની બેઠક માટે મતદાન થયું હતુ. જેનું આવતીકાલે પરિણામ જાહેર થશે.

MS University Senate Election 2021: એમ.એસ. યુનિવર્સીટીના ઇતિહાસમાં પહેલી વખત ભાજપ વિરુદ્ધ ભાજપનો જંગ

ભાજપ VS ભાજપનો જંગ

વડોદરાની એમ.એસ. યુનિવર્સીટીની સેનેટની ચૂંટણીમાં વડોદરાના ઇતિહાસ (history of MS University)માં પહેલી વખત ભાજપ કાર્યાલય ખાતેથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. તો આ વખતની સેનેટની ચૂંટણીનો જંગ ભાજપ વિરુદ્ધ ભાજપ (Bjp Vs Bjp in MS University Senate Election )નો જ બની ગયો છે. એક તરફ સેનેટ સિન્ડિકેટ સભ્ય જીગર ઇનામદાર પ્રેરિત સભ્યો છે. તો બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારો છે.

સેનેટની ચૂંટણીમાં મતદારોનો સારો ઉત્સાહ

સેનેટની ચૂંટણીમાં બપોરના 12 કલાકથી મતદાનની શરૂઆત થઈ હતી. સાથે જ મતદારોમાં પણ મતદાનને લઈને સારો ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદાનની શરૂઆત સાથે જ મતદારોનો ધસારો જોવા મળ્યો હતો. તો પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.

9 બેઠક માટે મતદાન

આજની સેનેટની ચૂંટણીમાં 9 બેઠકો માટે 27 ઉમેદવારો વચ્ચે જંગ છે. જેમાં કુલ 11,616 મતદારો 41 મતદાન મથકો પરથી મતદાન કરી રહ્યા છે. જેમાં કોમર્સ, આર્ટસ, ટેકનોલોજી, હોમ સાયન્સ, ફાઈન આર્ટસ, પરર્ફોમિંગ આર્ટસ, સોશિયલ વર્ક, લો અને ફાર્મસી ફેકલ્ટીની બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.

ટેક્નોલોજીમાં બે ઉમેદવારોએ મિલાવ્યા હાથ

ટેકનોલોજી ફેકલ્ટી (Technology faculty of MS University)માં ત્રીપાંખીયો જંગ હતો. જેમાં નરેન્દ્ર રાવત, કશ્યપ શાહ અને મિતેષ પટેલ વચ્ચે જંગ હતો. જો કે, મિતેષ પટેલે કશ્યપ શાહને ખુલ્લો ટેકો જાહેર કરી પોતાના સમર્થકોને કશ્યપ શાહને મત આપવા અપીલ કરી હતી. જેને લઈને હવે ટેકનોલોજી ફેકલ્ટીમાં નરેન્દ્ર રાવત અને કશ્યપ શાહ વચ્ચે ટક્કર છે.

નરેન્દ્ર રાવતે વ્યક્ત કર્યું દુઃખ

એમ.એસ. યુનિવર્સીટીની સેનેટની ચૂંટણીમાં રાજકારણના પ્રવેશને લઈને નરેન્દ્ર રાવતે દુઃખ વ્યક્ત કર્યું હતું. અને શૈક્ષણિક રાજકારણને વખોડી કાઢ્યું હતું.

આ પણ વાંચો:વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠનો વચ્ચે મારામારી

આ પણ વાંચો:વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી ખાતે ABVP નું વિરોધ પ્રદર્શન

ABOUT THE AUTHOR

...view details