ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં માતા પુ્ત્રી દુષ્કર્મનો શિકાર બની, યુપીથી વિધર્મી યુવકોની ગોત્રી પોલીસે ધરપકડ કરી - Gotri Police Station Vadodara

વિધર્મીઓ દ્વારા હિન્દુ ધર્મની મહિલાઓને કોઇને કોઇ રીતે લક્ષ્ય બનાવવામાં આવી રહી છે જેને જેહાદી મામલો પણ ગણાવાઇ રહ્યાં છે. વડોદરામાં માતા પુ્ત્રી દુષ્કર્મનો શિકાર બની છે.ગોત્રીમાં ઇકબાલ અને મહોરમ અંસારીએ કરેલ માતા પુત્રી સાથેના દુષ્કર્મ કેસ (Mother daughter rape case in Vadodara )ની વિગતો સામે આવી છે. યુપીથી વિધર્મી યુવકોની ગોત્રી પોલીસે ધરપકડ ( Rape Accused iqbal and mahoram arrested ) કરી છે.

વડોદરામાં માતા પુ્ત્રી દુષ્કર્મનો શિકાર બની, યુપીથી વિધર્મી યુવકોની ગોત્રી પોલીસે ધરપકડ કરી
વડોદરામાં માતા પુ્ત્રી દુષ્કર્મનો શિકાર બની, યુપીથી વિધર્મી યુવકોની ગોત્રી પોલીસે ધરપકડ કરી

By

Published : Sep 24, 2022, 8:33 PM IST

વડોદરામાં વિધર્મી યુવકો દ્વારા પ્રથમ માતા અને ત્યાર બાદ પુત્રીને હવસનો શિકાર બનાવ્યાની ઘટના (Mother daughter rape case in Vadodara ) સામે આવી છે. માતાનો વિડીયો વાયરલ કરીને પહેલા તેણીને શિકાર બનાવવામાં આવી ત્યાર બાદ માતાના ફોટો વિડીયો બતાવીને પુત્રી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવતાં દુષ્કર્મી આરોપી ભાઇઓની યુપીમાંથી ધરપકડ ( Rape Accused iqbal and mahoram arrested ) કરી લેવામાં આવી છે.

વિધર્મી યુવકો દ્વારા પ્રથમ માતા અને ત્યાર બાદ પુત્રીને હવસનો શિકાર બનાવ્યાની ઘટના

ગોત્રી પોલીસમાં ફરિયાદમાં જણાવેલી વિગતોપરિણીત મહિલાએ ગોત્રી પોલીસ મથકમાં ( Gotri Police Station Vadodara ) નોંધાવેલી ફરિયાદ શબ્દશ જોઇએ તો તેમાં જણાવ્યું છે હું મારા પતિ અને ત્રણ સંતાનો સાથે રહું છું. માતા પતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આજથી બે વર્ષ પહેલા મારા મકાનની બીજુમાં રહેતા બેન અમારી સાથે બેસતા હતા દરમિયાન પરિચય કેળવાયો હતો.તેમના ઘરે તેમનો એક ભાઇ રહેતો હતો. મને તેનું નામ મોનું જણાવ્યું હતું. મોનું જ્યારે પણ મારા ઘર પાસેથી પસાર થાય ત્યારે મારા તરફ જોતો હતો. પાડોશી બેન જરૂર પડ્યે મારી પાસેથી ઉછીના પૈસા લઇ જતા હતા. એક દિવસ હું પાડોશી બેનના ઘરે ગઇ ત્યાં મોનું હાજર હતો. ત્યારે અમારી વાત થઇ હતી. એટલું જ નહીં મેં તેને જન્મદિવસ ક્યારે આવે છે તે પુછ્યું હતું. ત્યારે તેણે આઇડી કાર્ડ બતાવ્યું હતું, જેમાં તેનું નામ ઇકબાલ અન્સારી હોવાનું જણાવ્યું હતું. ત્યાર પછી મોનું પણ મારી પાસે પૈસાની માંગણી કરતો હતો. દરમિયાન અમે એકબીજા સાથે ફોન નંબરની આપ-લે કરી હતી.

જબરદસ્તી કરી ઇકબાલે મને વિડીયો કોલ કરીને વાત કરતા કહ્યું કે તુમ બહોત અચ્છી લગતી હે. મારે તારી સાથે આખી જિંદગી જીવવું છે. હું બીજા કોઇની જોડે શાદી નહી કરૂ હવે હું તારી સાથે જ રહીશ. બીજા દિવસે મોનું મારા ઘરે આવ્યો અને મને બાથ ભીડી હતી. અને તારી સાથે આખી જિંદગી રહીશ કહી જબરદસ્તીથી શારિરીક સંબંધ (Mother daughter rape case in Vadodara ) બાંધ્યા હતાં. ત્યાર બાદ હું સવારે ચાલવા જાઉં તો મારી સાથે આવતો હતો. મારા ઘરે આવીને સંબંધ બાંધતો હતો.

નગ્ન વિડીયો બનાવ્યો એક દિવસ હું નાહતી હતી, દરમિયાન દરવાજો ખુલ્લો હતો. બાથરૂમમાંથી બહાર નિકળતા ઇકબાલે મને મારો નગ્ન વિડીયો બતાવ્યો હતો. મેં વિડીયો કેમ ઉતાર્યો તેમ પુછ્યું તો તેણે કહ્યું કે હું સાબિતી ભેગી કરૂં છું. ત્યાર બાદ પણ મારી સાથે શારિરીક સંબંધ બાંધવાનો સિલસિલો ચાલુ જ હતો. ત્યાર બાદ ઇકબાલે ભાડાની મકાનની જરૂરત હોવાનું જણાવ્યું હતું. મેં તેને અમારૂ મકાન ખાલી હોવાથી ત્યાં રૂ. 3 હજારના ભાડે રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. ભાડાના મકાનમાં ઇકબાલના ભાઇઓ મહોરમ અન્સારી અને ગોલુ અન્સારી રહેવા આવ્યા હતાં. તે મને મળવા માટે બોલાવતો હતો. હું ના પાડું તો મને ગાળો બોલતો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. તેમજ મારી સાથે શારિરીક સંબંધ બાંધતો હતો.

દીકરીને પણ ફસાવી છ મહિના પહેલા મારી મોટી દિકરી ઘરમાં મારી સાથે સુતી હતી. ત્યારે તે અચાનક રડી હતી. મેં તેને કારણ પુછતા તેને પિરીયડ ન આવ્યા હોવાનું જણાવ્યું હતું. જે બાદ તેને દવાખાનામાં લઇ જવાઇ હતી. ત્યાં તેણે જણાવ્યું, કે ઇકબાલ અન્સારી આપણા ઘરમાં રહે છે. તે ચાર મહિનાથી ઘરે આવી મને તારા ફોટા બતાવીને કહેતો જો તું મારી સાથે સંબંધ નહીં બાંધે તો હું તારા પપ્પાને બતાવી દઇશ. કહી તેમણે મારી સાથે ઓક્ટોબર 11 માં જબરદસ્તી કરી (Mother daughter rape case in Vadodara ) હતી. ત્યાર બાદ ઇકબાલ ઘરે આવી સંબંધ બાંધતો હતો. દરમિયાન મને બે માસનો ગર્ભ રહી ગયો હતો. ઇકબાલે મને ગોળીઓ ખવડાવી હતી. જેથી મને રક્તસ્ત્રાવ શરૂ થયો હતો.

મારવાની ધમકી આપી બીજા દિવસે હું ઇકબાલના ઘરે ગઇ હતી. તેને કહ્યું તે મારી દીકરી સાથે સંબંધ કેમ બાંધ્યો, તો તેણે મને ગાળો આપી બંનેને મારી બનાવીશ તેમ જણાવ્યું હતું. ત્યાર બાદ પણ ધમકી આપી સંબંધ બાંધતો હતો. ત્યાર બાદ આ અંગે મેં મહોરમ અન્સારીને જણાવ્યું કે, તારા ભાઇએ મારી તથા મારી દીકરી સાથે બળજબરી પૂર્વક સંબંધ બાંધ્યો છે. તો તેણે મને કહ્યું કે, હું ઇકબાલને સબક શીખવાડું છું. 17 – 09 – 22 ના રોજ મને જાણ થઇ કે અમારી દીકરીએ મહોરમ અન્સારી જોડે રજીસ્ટર્ડ મેરેજ કરવા અરજી કરી છે. આ અંગે તપાસ ફોટા પરથી મેં મહોરમ અન્સારીને ઓળખી કાઢ્યો હતો. જે અંગે તપાસ કરતા ઇકબાલે તેના ભાઇ મહોરમ અન્સારીને તેની માતાના ફોટો આપ્યાં હતાં. આ ફોટો વાયરલ કરવાની ધમકી આપી જાણ બહાર લગ્ન કરવા પ્રેરિત કરી હતી. ભોગ બનનાર મહિલાએ ગોત્રી પોલીસ મથકમાં ઇકબાલ ઉર્ફે મોનુ નસરૂલ્લાહ અન્સારી, મહોરમ નસરૂલ્લાહ અન્સારી (મુળ. રહે ઉત્તરપ્રદેશ) સામે પોલીસ ફરિયાદ ( Rape Accused iqbal and mahoram arrested ) નોંધાવી છે.

ABOUT THE AUTHOR

...view details